Two warplanes collide during air show in Texas
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના ટેક્સાસના ડગ્ગાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર શનિવારે એક મિલિટરી એર શો વખતે આકાશમાં બે વિમાનો સામસામે અથડાતા ઓછામાં આછો છ લોકોના મોત થયા હોવાની આશંકા છે. ડલ્લાસ ખાતે હવામાં જ બોઇંગ B-17 હેવી બોમ્બર વિમાનની સાથે એક નાનકડું વિમાન ટકરાયું હતું અને બંને વિમાન અગનજવાળાઓમાં લપેટાઈ ગયા હતા

એરફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે B-17 વિમાનના પાંચ ક્રુ મેમ્બર અને P-63 વિમાનના પાઈલટ આ અકસ્માતમાં માર્યા ગયા હોવાની આશંકા છે.યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ જણાવ્યું હતું કે તેના એજન્ટો અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરશે.

આગનો ગોળો બની ગયેલા વિમાન જમીન પર પટકાયા ત્યારે બચાવ માટેની ટુકડીઓ પહોંચી ગઈ હતી. ડલ્લાસ ખાતે ‘અમેરિકા પ્રીમિયર વર્લ્ડ વોર -એરશો’ ચાલે છે જે દરમિયાન આ ઘટના બની છે.

આ એરશોમામાં બીજા વિશ્વ યુદ્ધ વખતના 40થી વધારે વિમાનો ભાગ લઈ રહ્યા છે. વિશ્વ યુદ્ધમાં અમેરિકન એરફોર્સે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવવા માટે આ શો યોજવામાં આવે છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડીયો વાઈરલ થયો હતો, જેમાં એક મોટું વિમાન ઉડતું હોય છે અને પાછળથી બીજું ટચુકડું વિમાન આવીને અથડાય છે. આ ટક્કર પછી તરત બંને વિમાન નીચે ખાબકે છે. આ ઘટના એટલી પ્રચંડ હતી કે તેનો ધમાકો અનેક કિલોમીટર સુધી સંભળાયો હતો.

LEAVE A REPLY

3 + thirteen =