India launches e-Visa facility for Canada
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના વિઝા મેળવવામાં હાલ સર્જાઈ રહેલી વિલંબની સ્થિતિ 2023ના મધ્યભાગ સુધીમાં અગાઉની જેમ સામાન્ય બનવાની અપેક્ષા છે તેમ અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું. પોતાના પરિવારને મળવા માટે ભારત આવવા માગતા એચ-1બી વિઝાધારકોની અરજીઓને પ્રાથમિકતા આપવામાં આવશે, ત્યારબાદ પ્રથમ વખતના અરજદારોની અરજી પર કામ કરાશે.

વિઝાના નિયમોમાં કેટલાંક ફેરફાર દ્વારા તથા એચ અને એલ વર્ક વિઝા માટે એક લાખ સ્લોટ્સ જારી કરી આ દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે. આ વર્ષે ભારત માટે 82,000 સ્ટુડન્ટ વિઝા જારી કર્યા પછી હવે પ્રાથમિકતા એચ-1બી વિઝા, બી-1 બિઝનેસ વિઝા, બી-2 ટૂરિઝમ વિઝા અને શિપિંગ કંપનીઓ અને એરલાઇન્સના ક્રૂ માટેના વિઝા સહિત એચ અને એલ કેટેગરી જેવા નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા માટેના રાહ જોવાના સમયમાં ઘટાડો કરવાની છે તેમ તેમણે જણાવ્યું હતું.

અમેરિકન મિશનો “ડ્રોપ બોક્સ” સુવિધાનો ઉપયોગ કરીને ઉપરોક્ત તમામ કેટેગરીના અરજદારોની વિઝા અરજીઓના નિકાલ અંગે સક્રિયતાથી કામ કરશે અથવા પ્રથમ વખતના અરજદારોનો કેસને હાથમાં લેતા પહેલા, જે લોકોને અગાઉ વિઝા જારી કરી દેવાયા છે અને જેમને ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ અપાઈ છે તેવા લોકોની અરજીનો નિકાલ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોને વિઝા મેળવવા માટે લાંબી રાહ ના જોવી પડે તથા સમગ્ર પ્રક્રિયાને જુન-જુલાઈ, 2023 સુધીમાં સામાન્ય બનાવવાની કવાયતના ભાગરૂપે આ પ્રયાસો અમલી બનાવાયા છે.કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં લદાયેલા લોકડાઉનને કારણે વિઝા જારી કરવાની પ્રક્રિયા મહદઅંશે ઠપ થઈ જતાંઅરજીઓમાં ખડકલો સર્જાયો હતો. જેને પરિણામે વિઝા જારી કરવાની પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગી રહ્યો છે. એચ અને એલ વિઝા માટેના 1,00,000 વધારાના સ્લોટને ખોલવાથી પ્રતીક્ષાનો સમય ઘટીને લગભગ અડધોઅડધ થઈ ગયો હતો. બી-1 અને બી-2 વિઝા માટે ડ્રોપ બોક્સનો ઉપયોગ કરનારાઓએ વિઝા માટે હજી કેટલાંક મહિના સુધી રાહ જોવી પડશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

જો કે યુએસ વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર બી-1 અને બી-2 વિઝાની એપોઈન્ટમેન્ટ માટેનો પ્રતિક્ષા સમય આશરે 925 દિવસનો દર્શાવાઈ રહ્યો હોવા છતાં અધિકારીએ સંકેત આપતાં જણાવ્યું હતું કે વાસ્તવિક પ્રતિક્ષા ગાળો તેના કરતાં ઓછો રહેશે. અમેરિકા માટે હાલ ભારત જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. માત્ર ભારતમાં જ તમામ કેટેગરીમાં ઘણા બધા અરજદારો છે, અને તેથી જ ભારતને પ્રાથમિકતા અપાઈ છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ વિઝાની અરજીઓમાં થયેલો વધારો અનપેક્ષિત પ્રમાણમાં ઊંચો જોવાયો છે અને નિષ્ણાતો પણ તેનું અનુમાન લગાવવામાં થાપ ખાઈ ગયા હતા. 2025માં વિઝા અરજીઓની સંખ્યામાં હજી વધારો થશે તેમ અધિકારીએ ઉમેર્યું હતું.

LEAVE A REPLY

4 + seven =