ફાઇલ ફોટો. (ANI Photo)

ઇન્ડિયા-મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર અંગે યુએઇના નાયબ વડા પ્રધાન સૈફ બિન ઝાયેદ અલ નાહયાને જારી કરેલા વીડિયોથી પાકિસ્તાન નારાજ થયું હતું અને તેનાથી ભારતની મોટી રાજદ્વારી જીત થઈ હતી. આ વીડિયો ક્લિપમાં એક નકશો દર્શાવવામાં આવ્યો છે. તેમાં ગિલગિટ બાલ્ટિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરનો સમાવેશ કરાયો હતો અને તેને ભારતનો વિસ્તાર ગણાવવામાં આવ્યો છે.

આ વીડિયોમાં અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડન UAEના વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો UAE ન હોત તો કદાચ IMEC પ્રોજેક્ટના મામલામાં આજે અમે અહીં સુધી પહોંચી શક્યા ન હોત. આ રાજદ્વારી પગલું ભારત સાથે UAEના મજબૂત સંબંધો દર્શાવે છે. આ ઉપરાંત, તે ભારતની પ્રાદેશિક અખંડિતતાને પણ મજબૂત બનાવે છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે “સમગ્ર J&Kને ભારતના ભાગ તરીકે દર્શાવતો કોઈપણ નકશો કાયદેસર રીતે ટકી શકે તેવો નથી અને હકીકતમાં ખોટો છે. અમે આશા રાખીએ છીએ કે અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારો આ તથ્યો પર યોગ્ય ધ્યાન આપશે.

LEAVE A REPLY

fifteen − seven =