સુનક દંપતી નવી દિલ્હીમાં બ્રિટિશ કાઉન્સિલની મુલાકાતે
યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ શુક્રવારે નવી દિલ્હીમાં તેમની મુલાકાત દરમિયાન બ્રિટિશ કાઉન્સિલના સ્ટાફ સાથે વાર્તાલાપ કરે છે.(ANI Photo)

મેગા G20 સમિટમાં ભાગ લેવા શુક્રવારે દિલ્હી પહોંચેલા બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે યુકે ખાલિસ્તાની મુદ્દાનો સામનો કરવા માટે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યું છે. સુનકે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ યુકેમાં કોઈપણ પ્રકારના હિંસક ખાલિસ્તાની ઉગ્રવાદને સહન કરશે નહીં.

યુકેમાં ખાલિસ્તાન તરફી તત્વોની વધી રહેલી ગતિવિધિઓ અંગે ભારતમાં ચિંતા વધી રહી છે ત્યારે સુનકે આ નિવેદન આપ્યું છે. 19 માર્ચે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાની તત્વો હુમલો કર્યો હતો.

સુનકે ન્યૂઝ એજન્સી વાતચીત કરતા જણાવ્યું હતું કે “…અમે ખાસ કરીને ‘PKE’ ખાલિસ્તાન તરફી ઉગ્રવાદનો સામનો કરવા માટે ભારત સરકાર સાથે ખૂબ નજીકથી કામ કરી રહ્યા છીએ. મને નથી લાગતું કે તે યોગ્ય છે. અમારા સુરક્ષા પ્રધાન તાજેતરમાં જ ભારતમાં તેમના સમકક્ષો સાથે વાતચીત કરવા ભારત આવ્યાં હતા. ગુપ્ત માહિતી અને માહિતી શેર કરવા માટે કાર્યકારી જૂથો છે જેથી કરીને અમે આ પ્રકારના હિંસક ઉગ્રવાદને જડમૂળથી ઉખેડી શકીએ.”

સુનકે અગાઉ એક્સ (ટ્વીટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “હું જી-20 સમિટ પહેલા દિલ્હીમાં ઉતર્યો છું. હું વિશ્વના નેતાઓને મળી રહ્યો છું જેથી આપણામાંના દરેકને પ્રભાવિત કરતા કેટલાક પડકારોનો સામનો કરી શકાય. માત્ર સાથે મળીને જ આપણે કામ પૂર્ણ કરી શકીએ.”

LEAVE A REPLY

twelve − 11 =