યુનિવર્સિટી ઓફ સરે અને એપ્સમ કોલેજના હિન્દુ ચેપ્લીન અને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગિલ્ડફર્ડ કેમ્પસમાં ભારતના 76મા ભારતીય સ્વતંત્રતા દિવસનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ભારતીય વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાયું હતું અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. સૌએ કાર્યક્રમનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો અને હળવા નાસ્તાનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓએ એકબીજાને ભારતીય સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.