અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડન અને ત્રણ ભૂતપુર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ અને બરાક ઓબામાએ સ્વૈચ્છિક રીતે કેમેરા સામે જાહેરમાં કોરોનાની વેક્સિન લેવાની તૈયારી દર્શાવી છે.

વેકિસન માટે લોકોના મનમાં વિશ્વાસ વધે તે હેતુથી અમેરિકાના ત્રણેય ભૂતપૂર્વ પ્રેસિડન્ટે આવી તૈયારી દર્શાવી છે. જોકે રસી મુદ્દે હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મૌન સેવ્યું છે.

આ નેતાઓ ટીવી શો દરમિયાન અથવા કેમેરો ચાલુ રાખીને વેક્સિન લેવાની તૈયારી દર્શાવી છે. જેથી આખુ જગત જોઈ શકે અને પ્રજાને નૈતિક બળ મળે

પણ જે રસી મંજૂર થશે એ આપવામાં આવશે. પૂર્વ પ્રમુખ બુશે વ્હાઈટ હાઉસના કોરોના ટાસ્ક ફોર્સના વડા ડો.બ્રિક્સ અને અમેરિકાના અગ્રણી તબીબ એન્થની ફૌસીને પોતે રસી લેવા માંગે છે એવી જાણ કરી દીધી છે. ક્લિન્ટનના પ્રેસ સેક્રેટરીએ પણ રસી લેવા તૈયાર હોવાની વાતને સમર્થન આપી દીધું છે.

ઓબામાએ કહ્યુ હતુ કે વેકિસનને કારણે આપણે પોલિયો, શીતળા વગેરે રોગોમાંથી મુક્ત થઈ શક્યા છીએ. માટે રસી તો લેવી જ જોઈએ. અમેરિકા સહિત જગતના ઘણા અગ્રણી દેશોની પ્રજા રસીકરણમાં માનતી નથી.