Fraser, Michigan, USA - April 12, 2011: Walgreens પ્રતિકાત્મક તસવીર

અમેરિકાની બીજા ક્રમની સૌથી મોટી ફાર્મસી સ્ટોર કંપની વોલગ્રીન્સ તેના સ્ટોર્સમાં થતી ચોરીની ઘટનાથી પરેશાન થઈ ગઈ છે અને પોતાના સ્ટોર્સને બંધ કરી રહી છે. આવી ઘટનાઓમાં સતત વધારાને કારણે કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કંપની આગામી મહિને સાન ફ્રાન્સિસ્કોમાં વધુ પાંચ સ્ટોર બંધ કરશે.

સાન ફ્રાન્સિસ્કો સ્ટોર્સમાં વ્યાપક અને ખુલ્લાઆમ શોપલિફ્ટિંગ માટે બદનામ છે અને કંપનીના નિર્ણયથી શહેરને ઇમેજને વધુ ફટકો પડશે. આ સ્ટોર્સ આગામી મહિને બંધ કરવામાં આવશે. વોલગ્રીન્સે 2019ના પ્રારંભથી આ શહેરમાં ઓછામાં ઓછા 10 સ્ટોર્સ બંધ કર્યા છે.

વોલગ્રીન્સના પ્રવક્તા ફિલ કેરુસોએ જણાવ્યું હતું કે “અમારા સાન ફ્રાન્સિસ્કો સ્ટોર્સમાં છેલ્લાં કેટલાંક મહિનામાં ચોરીની ઘટનામાં વધારો થયો છે અને આવી ઘટનાઓ અમારા ચેઇનની સરેરાશ ઘટનાની પાંચ ગણી થઈ છે. સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો હોવા છતાં આવી ઘટનાઓ અટકતી નથી.”

સાન ફ્રાન્સિસ્કો સુપરવાઇઝર અહશા સફાઇએ જણાવ્યું હતું કે તેઓ મિશન સ્ટ્રીટ સ્ટોર્સના નુકસાનથી બરબાદ થયા છે. આ સ્ટોર્સ દાયકાઓથી વરિષ્ઠ નાગરિકો, પરિવારો અને બાળકો માટેની વસ્તુઓનું વેચાણ કરે છે. આ સાન ફ્રાન્સિસ્કો માટે દુઃખદ દિવસ છે. ગયા વર્ષે વોલગ્રીન્સે એક સ્ટોર્સ બંધ કર્યો હતો, કારણ કે ચોરીને કારણે દરરોજ 1,000 ડોલરનું નુકસાન થતું હતું.

શોપલિફ્ટિંગના ફરતા વીડિયોથી ચોરીના મુદ્દે હતાશા અને ભયની લાગણીને ઘેરી બને છે. આ સમરમાંથી માસ્ક પહેરેલા શોપલિફ્ટર્સ નીમેન મારકસ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી બંને હાથ લઈ શકાય તેટલી ડિઝાઇનર બેગ્સ લઈને ભાગ્યા હતા અને કારમાં બેસીને રફુચક્કર થયા હતા.

જૂન મહિનામાં માસ્ક પહેરેલા એક વ્યક્તિ વોલગ્રીન્સ ખાતે વિડિયોમાં ઝડપાયો હતો. આ વ્યક્તિ ટ્રેસ બેગમાં સ્ટફિંગ આઇટમ ભરી હતી અને સ્ટોરમાંથી બહાર આવીને સાયકલ પર રવાનો થયો હતો.

ગયા મહિને શહેરના મેયર લંડન બ્રીડ અને પોલીસ વડા બિલ સ્કોટે જાહેરાત કરી હતી કે તેઓ પોલીસની સંખ્યામાં વધારો કરશે અને શોપલિફ્ટર્સ પર અંકુશ લાવવા સંકલનને વધુ મજબૂત બનાવશે, જેથી રિપોર્ટ કરવાનું સરળ બને છે. આ વ્યૂહરચનાનો હેતુ ચોરીની ઘટનાઓ પર અંકુશ મુકવાનો છે. આવી ઘટનાને કારણે શહેર ગુનેગારો પ્રત્યે સોફ્ટ હોવાની છાપ ઊભી થઈ છે.

નવા પગલાંની જાહેરાત કરતા બ્રીડે જણાવ્યું હતું કે “અમે ક્રિમિનલ જસ્ટિસ માટે સુધારા લાવી રહ્યાં છીએ. અમે સુધરવાની વધુ એક તકને ધ્યાનમાં રાખીએ. અમે એ પણ સુનિશ્ચિત કરી રહ્યાં છીએ કે લોકો પર ખોટા આરોપ ન લાગે છે. જોકે અમારી ઉદારતાને નબળાઈ અને અમારી દયાને પણ નબળાઈ ન ગણશો.”