REUTERS/Henry Nicholls

ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પેન્ડેમિક પાર્ટીઓ વિશે પૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સને સંસદને જાણી જોઈને ગેરમાર્ગે દોરી છે કે કેમ તે અંગે કન્ઝર્વેટિવ સાંસદોને બોરિસ જૉન્સનના ભાવિ પર મુક્ત મત આપવા માટે વડા પ્રધાન ઋષિ સુનકે છૂટો દોર આપ્યો છે.

તપાસ શરૂ થયાના લગભગ એક વર્ષ પછી, જૉન્સને બુધવારે બપોરે મેરેથોન ટેલિવિઝન સુનાવણીનો સામનો કરવો પડશે. જેમાં તેમણે સાત સાંસદોને ખાતરી આપવી પડશે કે તેમણે હાઉસ ઓફ કોમન્સનો તિરસ્કાર કર્યો ન હતો. તેમણે લોકડાઉન નિયમભંગ અંગેના દાવાઓને નકારી કાઢ્યા હતા. જો કમિટી જોન્સન વિરૂદ્ધના આરોપોને સાચા સાબિત કરાશે તો તેમને કોમન્સમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. દસ દિવસથી વધુ સમયનું સસ્પેન્શન આપમેળે રિકોલ પિટિશનને ટ્રિગર કરશે અને મતદારોને પેટાચૂંટણી માટે દબાણ કરવાની મંજૂરી આપશે.

વિશેષાધિકાર સમિતિના ચુકાદાને સાંસદોના મત દ્વારા મંજૂર કરવો પડશે અને જૉન્સનના સાથીઓ પહેલેથી જ તેમની નિર્દોષતા જાહેર કરવા માટે આ ક્ષણનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે.

સુનકે નક્કી કર્યું હોવાનું મનાય છે કે તેઓ જૉન્સનનું રક્ષણ કરવા માટે સાંસદોને વ્હીપ નહીં આપે અને પોતાનો નિર્ણય લેવા મંજૂરી આપશે.

જૉન્સન માને છે કે તેમને કોઈપણ લોકડાઉન-બ્રેકિંગ ઇવેન્ટ્સ વિશે જાણ કરવામાં આવી ન હતી. જ્યારે તેઓ બુધવારે સમિતિમાં પોતાનો કેસ રજૂ કરશે ત્યારે તેઓ પુરાવા પર ભાર મૂકશે. તેમણે છેલ્લા મહિનાનો મોટાભાગનો સમય પોતાના વકીલો સાથે સુનાવણીની તૈયારીઓમાં વિતાવ્યો છે. તેમના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે વિશેષાધિકાર સમિતિ તેમની સ્થિતિને સમર્થન આપશે. જૉન્સનના પુરાવા પાંચ કલાક સુધી ટકી શકે છે. લોર્ડ પેનિક કેસીની આગેવાની હેઠળની તેમની કાનૂની ટીમને તેમના વતી પ્રશ્નોના જવાબો આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જો કે તેઓ પૂછપરછ દરમિયાન તેમને નોંધો આપી શકે છે.

LEAVE A REPLY

9 + nine =