પૂ. મોરારિબાપુ દ્વારા

મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપુ, તમે કથા કરો એની પાછળ તમારો ઉદ્દેશ શું છે ? મેં કહ્યું કે ઘણા માણસો નથી કહેતા કે અમે હમણાં આ કવિતા પર કામ કરીએ છીએ. ઘણા કહે અમે આ ગ્રંથ પર કામ કરીએ છીએ. કોઈ અમે ચિત્રકાર… મૈને કહા, હું માણસના સ્વભાવ પર કામ કરી રહ્યો છું. સાધક કા સ્વભાવ કુછ માત્રામેં બદલે. હું તમારા સ્વભાવ.. મેરી વ્યાસગાદી તમારા સ્વભાવ પર કામ કર રહી હૈ. તમારા પ્રભાવથી કાંઈ લેવાદેવા નથી. સ્વભાવ બદલે…! પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય છે એમ લોકો કહે છે. આ સાહસ એટલા માટે છે કે ઈશ્વર પણ સ્વભાવ બદલી શકતો નથી.

એ રાવણનો સ્વભાવ ન બદલી શકે, એ મારી શકે. પણ વ્યાસગાદીમાં એ સામર્થ્ય છે. દુષ્ટને ઈષ્ટ કરવા એ સમર્થ છે એટલે હિંમત ચાલે. નહીં તો આ હિંમત બડી દુઃસાહસ હૈ. વ્યાસગાદી તમારા સ્વભાવ ઉપર કામ કરી રહી છે અને મેં દેખ રહ હું સફળતા,સાંભળતાં… સાંભળતાં… સાંભળતાં. ભલે ધીમી ગતિ હશે,પણ પરિવર્તન થઈ રહ્યું છે. જોજો તમે. મારી સાથે જેટલા જે લોકો કથામાં રહે છે, કથા સાંભળે છે, રામકથાના પ્રેમીઓ બધા જાણે છે કે હું કોઈને વ્યક્તિગત ઉપદેશ નથી આપતો. હું કોઈ દિવસ કોઈને બેસાડીને ઉપદેશ આપતો હોઉં એવું મારા સ્વભાવમાં નથી અને છતાંય બોલ્યા વગર કેટલાય જેસલોને તોરલ થતાં જોયા છે. એવા બદલી રહ્યા છે કે હવે ક્યારેક ભૂલ કરે તો ઠપકો પણ મારાથી આપી શકાતો નથી. કારણ કે ઠપકો કદાચ એનું જીવન પૂરું કરી દે. આવી રીતે ઊભા છે. એ મેં જોયું છે.

કેટલાય ફણિધર મ્હોરા વગરના થઈ ગયા છે. ઘણા તો મને કહેતા કે બીજાની સામે કોઈ એને બે બોલ કહી જાય તો કહે ભાઈ હવે કઈ થાય નહીં. અમારા મ્હોરા કાઢી નાંખ્યા છે નહીંતર તું અમને શું બે બોલ કહી જાય. વ્યાસગાદી તમારા સ્વભાવ પર કામ કરી રહી છે અને કોઈને કોઈ માત્રમાં એમાં પ્રગતિ થઈ રહી છે. સત્સંગમાં એ શક્તિ છે. દુષ્ટને ઈષ્ટ કરવાની.

સ્વભાવ ઉપર કામ થઈ રહ્યું છે. સત્સંગથી સ્વભાવ જરૂર… હા માત્રામાં ઓછો-વધુ જરૂર થાય. મેલ જેટલો વધારે જૂનો એટલો કાઢવામાં અઘરો. કફ જેટલો વધારે જૂનો એટલો કાઢવામાં ડોક્ટરને વધારે તકલીફ પડે. પણ ધીરે ધીરે સમયાંતરે નીકળે છે. જરૂર નીકળે છે. સત્સંગમાં સામર્થ્ય છે. સત્સંગ દ્વારા આ થઈ શકે છે. સ્વભાવ પરિવર્તન બહુ જરૂરી છે. સ્વભાવ ધીરેધીરે બદલે છે. કેટલાય માણસોના જીવનમાં ધીરે ધીરે પરિવર્તન થઈ રહ્યું છે. જુઓ તો,અહીં કથા ચાલે છે તો કેટલા ડાહ્યા થઈને બેઠાં છો! જો ઘરમાં આમ બેસતાં શીખી જાવ તો ઘરની બધી તકરારો બંધ થઈ જાય. તો ઘરમાં આમ બેસતાં શીખી જાવ. કેટલી તકરારો… સાવ સીધું કામ છે. તો જે ભગવાનને કહો છો તમે, તો એ થોડોક સ્વભાવ પરિવર્તન કરી સમાજને કહેતાં શીખી જાવ.

અધમ તે અધમ અધમ અતિ નારી

મૂર્તિના રામને કહેવું સહેલું છે. મૂર્તિપૂજા આ દેશની એક અદ્દ્ભુત ભેટ છે. મૂર્તિપૂજા શું કામ આવી આ દેશમાં ? હે વિરાટ ! અમે વિરાટ થઈ શકીએ એમ નથી. એટલે તું અમારા જેવો આ મૂર્તિમાં આવી જા. આવી એક યોજના હતી. હે અસીમ! અમે સીમામાં બંધાયેલા તારા જેવા નહીં થઈ શકીએ. પણ તું તો અમારા જેવો થઈ શકે, એટલે પ્રભુની મૂર્તિ બનાવી. બહુ અદ્દ્ભુત છે મૂર્તિપૂજા, પણ એના પછી પેલાં પણ પાસાંઓ ગોતી લીધાં કે મૂર્તિને કહી દીધું એટલે પત્યું. પણ સાધકે મૂર્તિને કહેતાં કહેતાં વિકાસ કરવાનો. તો સ્વભાવનું ઓસડ છે-સત્સંગ.

સંકલન : જયદેવ માંકડ
(માનસ શબરી, ખીરસરા,કચ્છ-૧૯૯૩)

LEAVE A REPLY

six + four =