UK approves Covid vaccine for children
પ્રતિક તસવીર (ANI Photo)

યુકેના આરોગ્ય સત્તાવાળાઓએ નવા કોવિડ વેરિઅન્ટ BA.2.86ની ચિંતાઓ વચ્ચે તા. 11ને સોમવારે સૌથી વધુ તબીબી રીતે સંવેદનશીલ લોકો માટે તેમની વિન્ટર વેક્સીનનું શેડ્યૂલ બહાર પાડવાનું શરૂ કર્યું હતું. ખરેખર તે તેની શરૂઆત ઓક્ટોબરની શરૂઆતમાં કરવાની હતી.

નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ જણાવ્યું હતું કે ‘’વૃદ્ધ વયસ્ક કેર હોમના રહેવાસીઓ અને ઘરમાં જ રહેતા લોકો આ અઠવાડિયાથી તેમના કોવિડ અને ફ્લૂ રસી મેળવવાનું શરૂ કરશે તથા અન્ય ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને “ટોપ અપ સુરક્ષા” મેળવવા માટે આમંત્રિત કરાશે. વેરિઅન્ટ BA.2.86ને યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) દ્વારા “ચિંતાના પ્રકાર” તરીકે વર્ગીકૃત કરાયો નથી પણ તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.’’

UKHSA ના ભારતીય મૂળના ઇન્સીડન્ટ ડાયરેક્ટર ડૉ. રેણુ બિન્દ્રાએ જણાવ્યું હતું કે “સ્પષ્ટ છે કે યુકેમાં અને વૈશ્વિક સ્તરે, અમુક અંશે વ્યાપક કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે, અને અમે આની સંપૂર્ણ હદને સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”

NHS વેક્સીનેશન અને સ્ક્રીનીંગના ડાયરેક્ટર સ્ટીવ રસેલે કહ્યું હતું કે ‘’સમય જતાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના અને વાઇરસ દર વર્ષે બદલાતો હોવાથી તથા નવા કોવિડ વેરિઅન્ટ્સની ચિંતાઓ સાથે અમે સૌથી વધુ જોખમ ધરાવતા લોકો શક્ય તેટલી વહેલી રસી લે તે મહત્વપૂર્ણ છે.”

UKHSA ખાતે રસીકરણના વડા ડૉ. મેરી રામસે ઉમેર્યું હતું કે “વૃદ્ધ લોકો અને ક્લિનિકલ જોખમ ધરાવતા લોકો COVID-19 થી ગંભીર રીતે બીમાર થાય તેનું સૌથી વધુ જોખમ રહે છે. રસી ગંભીર બીમારી અને કોવિડ-19 થી હોસ્પિટલમાં દાખલ થવા સામે શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડે છે.”

LEAVE A REPLY

two × 1 =