Vol. 3 No. 226 About   |   Contact   |   Advertise 26th November 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બે સપ્તાહમાં કોરોનાની રસી આપવાનું શરૂ થવાના સંકેત

દેશમાં વસતા સૌ કોઇને ઇસ્ટર સુધીમાં કોરોનાવાયરસની રસી આપવાનું લક્ષ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. 50 વર્ષથી ઓછી વયના તંદુરસ્ત પુખ્ત વયના લોકોને જાન્યુઆરીના અંતથી રસી આપવામાં આવી શકે છે. ફાઇઝરે યુ.એસ. રેગ્યુલેટર્સને ઇમરજન્સી મંજૂરી માટે અરજી કરી છે. બ્રિટિશ રેગ્યુલેટર્સ આવતા મહિનાના પ્રારંભમાં નિર્ણય પર પહોંચી શકશે.

Read More...
ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, ચાર મહાનગરોમાં નાઇટ કરફ્યૂ

દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાના કેસોનો જાણે કે વિસ્ફોટ થયો છે. રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધવા માંડતા રાજ્ય સરકારે ગયા વીક એન્ડમાં અમદાવાદમાં સળંગ 57 કલાકનો કરફ્યૂ લાદી દીધો હતો.

Read More...
બોરિસ જ્હોન્સને 2 ડિસેમ્બર પછીના લોકડાઉન ‘ટિયર્સ’ની જાહેરાત કરી

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને આગામી 2 ડિસેમ્બર પછીના લોકડાઉન ‘ટિયર્સ’ની જાહેરાત કરી છે. તેમણે વધતી જતી કોવિડ-19 રસીની આશાઓ વચ્ચે બની શકે તો લોકોને ઘરેથી કામ કરવાની વિનંતી કરી જીમ, શોપ્સ અને લેઝર સેન્ટર્સ ખોલવાની જાહેરાત કરી હતી.

Read More...
ટ્રમ્પે સહકાર આપવાની તૈયારી દર્શાવતા અમેરિકામાં સત્તાપરિવર્તનની પ્રક્રિયાનો પ્રારંભ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી જો બાઇડનના હાથમાં સત્તા પરિવર્તનની પ્રક્રિયા આખરે સોમવારે ચાલુ થઈ હતી. જનરલ સર્વિસિસ એડિમિનિસ્ટ્રેશને સોમવારે પ્રેસિડન્ટની ચૂંટણીમાં બાઇડનને દેખિતા વિજેતા હોવાનું સ્વીકાર્યું હતું અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સત્તા પરિવર્તનમાં સહકાર આપવા તેમની એજન્સીઓને સૂચના આપી હતી. જોકે ટ્રમ્પે ચૂંટણીના પરિણામ સામે કાનૂની જંગ જારી રાખશે

Read More...
ન્યૂયોર્ક ટાઈમ્સનાં શ્રેષ્ઠ ૧૦૦ પુસ્તકોમાં ત્રણ ભારતીય લેખકોની બુકનો સમાવેશ

અમેરિકાના જાણીતા વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સે ૨૦૨૦ના વર્ષના ટોચના 10 પુસ્તકોની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં ભારતના ત્રણ લેખકોના પુસ્તકોનો સમાવેશ થયો હતો.આ યાદીમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડનો પણ સમાવેશ કરાયો હતો.

Read More...
એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીની કોવિડ-19 રસી 90 ટકા સુધી અસરકારક

એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે પ્રારંભિક કસોટીઓમાં તેમની કોવિડ-19 સામેની રસી 90 ટકા સુધી અસરકારક રહી છે અને તેને સામાન્ય ફ્રિજમાં પણ સુરક્ષિત રૂપે સંગ્રહિત કરી શકાય છે. આ રસીના એક ડોઝની કિંમત £2 જેટલી જ છે અને ઇસ્ટર સુધીમાં યુકેમાં લાખો ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે.

Read More...
ચાર ઇન્ડિયન અમેરિકન્સ રહોડ્સ સ્કોરશિપ્સ મેળવી ઓક્સફર્ડમાં ભણશે

અમેરિકામાં આ વર્ષે રહોડ્સ સ્કોલર્સ તરીકે ચાર ઇન્ડિયન અમેરિકન સહિત 32 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. કોરોનાના મહામારીને કારણે આ વર્ષે પ્રથમ વખત વર્ચ્યુઅલ પસંદગી કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને બ્રિટનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે સ્કોલરશિપ્સ મળશે.

Read More...
અમેરિકામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપઃ મૃત્યુઆંક 2.50 લાખને વટાવી ગયો

અમેરિકામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણા કર્યું છે અને મૃત્યુઆંક 250,000ને વટાવી ગયો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાએ 1,349,000 લોકોનો જીવ લીધો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં કુલ 250,537 લોકોના મોત થયા છે અને હાલમાં 11.5 મિલિયન કેસ છે.

Read More...
વડા પ્રધાન જ્હોન્સને બુલીઇંગના દાવા છતાય પ્રીતિ પટેલને ટેકો આપ્યો

મંત્રી તરીકેના નીતિ નિયમોનો ભંગ કર્યો હોવાનું કેબિનેટ ઑફિસની ઇન્ક્વાયરીમાં બહાર આવ્યું હોવા છતાય વડાપ્રધાન બોરિસ જ્હોન્સને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ટેકો આપ્યો છે. પ્રિતિ પટેલે સિવિલ સ્ટાફ સાથેના તેમના દુર્વ્યવહાર કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી છે.

Read More...
ભારતમાં કોરોનાના કુલ કેસ 90 લાખને પાર, અમેરિકા બાદ બીજો દેશ બન્યો

વિશ્વમાં અમેરિકા બાદ ભારત એવો બીજો દેશ બન્યો છે કે જેમાં કોરોનાના 90 લાખથી વધારે કેસ થઈ ચુક્યા છે. જોકે ભારત માટે રાહતની વાત એ છે કે, 80 લાખથી 90 લાખ સુધી પહોંચવામાં ભારતને 22 દિવસ લાગ્યા છે. હવે કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ગઈ છે ત્યારે કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી શકે છે.

Read More...

  Sports
ભારતનો 2021નો ભરચક્ક ક્રિકેટ કાર્યક્રમઃ 14 ટેસ્ટ, 13 વન-ડે, 20 ટી-20

વિશ્વના અન્ય દેશોની માફક 2020માં કોરોનાને કારણે ભારતીય ક્રિકેટ ખેલાડીઓ પણ 8 મહિના ક્રિકેટ રમી શક્યા નહોતા. જો કે, 2021-22માં ટીમ ઇન્ડિયાનો ઘણો વ્યસ્ત છે.
કેલેડન્ડર વર્ષમાં ટીમ બાઈલેટરલ સીરિઝમાં 14 ટેસ્ટ, 13 વન-ડે અને 20 T-20, એમ કુલ 47 મેચ રમશે. ભારતીય ટીમ વિદેશ પ્રવાસમાં ચાર સીરિઝ રમશે. તે સિવાય T-20 વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી 4, એશિયા કપમાં ઓછામાં ઓછી 5 અને IPLમાં ઓછામાં ઓછી 14 T-20 મેચ રમશે.

Read More...
ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે, 5 ટેસ્ટ મેચની સીરીઝ રમશે

ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે (2021) ઓગસ્ટમાં ઈંગ્લેન્ડના પ્રવાસે આવશે અને અહીં 5 ટેસ્ટ મેચની સીરીઝ રમાશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ આ પ્રવાસ કાર્યક્રમની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી.

Read More...
કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ક્રિકેટનો સમાવેશ

2022માં બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં સૌપ્રથમવાર મહિલા ક્રિકેટનો સમાવેશ કરવાની ગયા સપ્તાહે જાહેરાત કરાઈ હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ (ICC) અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (CGF) તેની જાહેરાત કરી હતી. 2022ની કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાશે.

Read More...
ઈંગ્લેન્ડની ટીમ આવતા વર્ષે પાકિસ્તાન જશે, કરાચીમાં બે ટી-20 રમશે

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB) જાહેરાત કરી છે ઈંગ્લેન્ડની ટીમ 16 વર્ષ પછી આવતા વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ટીમ 12 ઓક્ટોબરે કરાચી પહોંચશે અને બંન્ને ટીમ ટી-20ની સીરીઝ પછી આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ માટે ભારત જશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ઇતિહાસમાં પ્રથમ વખત ભારત ટેકનિકલ આર્થિક મંદીમાં સપડાયું

જીડીપીમાં સતત બે ક્વાર્ટર સુધી ઘટાડાને પગલે ભારત ટેકનિકલ રીતે મંદીમાં પ્રવેશ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપીમાં અગાઉના વર્ષ અગાઉની સરખામણીમાં 8.6 ટકા ઘટવાનું અનુમાન છે. આ રીતે સતત બે ક્વાર્ટરમાં જીડીપી ઘટવાની સાથે દેશ પ્રથમ વખત ટેકનિકલ મંદીમાં સપડાયો છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના અહેવાલમાં જણાવાયું છે.

Read More...
લક્ષ્મી વિલાસ બેન્ક નાણાકીય મુશ્કેલીમાંઃ સરકારે ઉપાડ પર મર્યાદા લાદી

કેન્દ્ર સરકારે નાણાભીડનો સામનો કરી રહેલી તમિલનાડુ સ્થિત ખાનગી બેન્ક લક્ષ્મી વિલાસ બેન્કને મંગળવારે મોરેટોરિયમ હેઠળ મૂકી છે અને બેન્કમાંથી ઉપાડ પર મહત્તમ 25,000 રૂપિયાની મર્યાદા લાદી છે, એમ નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
ભારતમાં મોટા ઔદ્યોગિક જૂથોને બેન્કિંગ લાઇસન્સ મળવાની શક્યતા

ખાનગી બેન્કોના કોર્પોરેટ માળખાની સમીક્ષા કરી રહેલી રિઝર્વ બેન્કની આંતરિક વર્કિંગ કમિટીએ મોટા ઔદ્યોગિક ગ્રૂપોને બેન્કોનું લાઇસન્સ આપવાની ભલામણ કરી છે. આ ભલામણને કારણે ટાટા ગ્રૂપ અને આદિત્ય બિરલા ગ્રૂપે બેન્કિંગ લાઇસન્સ માટે ફરી વિચારણા હાથ ધરી છે. બેન્કિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯માં સુધારા કરી મોટા કોર્પોરેટ તથા ઔદ્યોગિક જુથોને બેન્કો ચલાવવાની મંજુરી આપવા સમિતિએ સૂચન કર્યું છે.

Read More...
વોડાફોન-આઈડિયાને ઉગારવા વિશ્વની દિગ્ગજ કંપનીઓએ બે અબજ ડોલરના ભંડોળની ઓફર કરી

ઓકટ્રી કેપિટલના સમર્થન સાથે અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓના કોન્સોર્ટિયમને વોડાફોન ગ્રૂપ પીએલસીના ભારતીય એકમ વોડાફોન આઇડિયાને ઉગારી લેવા માટે ઓછામાં ઓછા બે અબજ ડોલરના ફંડિગની ઓફર કરી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

Read More...
ફ્લિપકાર્ટે સ્કેપિક હસ્તગત કરી

વોલમાર્ટની માલિકીના ફ્લિપકાર્ટ ગ્રૂપે તેની શોપિંગ એક્સપિરિયન્સ ક્ષમતામાં વધારો કરવા માટે ઓગમેન્ટેડ રિયાલિટી સ્ટાર્ટ-અપ સ્કેપિકને હસ્તગત કર્યું છે. કંપની સ્કેપિકનો 100 ટકા હિસ્સો ખરીદશે અને તેના બોર્ડમાં પોતાની ટીમ મુકશે.
સ્કેપિકની ટીમ ડીપર કેમેરા એક્સપિરિયન્સ, વર્ચ્યુઅલ સ્ટોરફ્રન્ટ અને તેના પ્લેટફોર્મ પર બ્રાન્ડ એડવર્ટાઇઝિંગ માટે નવી તક શોધવાની કામગીરી કરશે.

Read More...
  Entertainment

બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર બની પ્રિયંકા

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનાસની ફેશનની દુનિયામાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નિમણૂક કરવામાં આવી છે. બ્રિટિશ ફેશન કાઉન્સિલ દ્વારા તેને આ માટેની એમ્બેસેડર બનાવવામાં આવી છે. આ અંગે પ્રિયંકાએ ટ્વીટર દ્વારા જણાવ્યું હતું કે, ‘હું ગર્વ અનુભવી રહી છું કે મને બ્રિટિશ ફેશન કાઉન્સિલ દ્વારા ફૅશન વર્લ્ડમાં પોઝિટિવ પરિવર્તન લાવવા માટે એમ્બેસેડર બનાવવામાં આવી છે.

Read More...

વિદ્યા બાલન ફિલ્મ ઓસ્કર માટે નોમિનેટ થવાની સંભાવના

વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ‘નટખટ’ અંગે મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. આ ફિલ્મ ઓસ્કરની રેસમાં સામેલ થાય તેવી સંભાવના છે. તાજેતરમાં જ ‘નટખટ’ ને બેસ્ટ ઓફ ઈંડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2020ની ત્રીજી એડિશનમાં મુખ્ય એવોર્ડ પ્રાપ્ત થયો છે. જે તેને ઓસ્કર નોમિનેશન માટે યોગ્ય બનાવે છે.
આ ફિલ્મના દિગ્દર્શક શાન વ્યાસ છે. આ ફિલ્મ પિતૃસત્તા અને નેગેટિવ મર્દાનગી જેવા કડક મુદ્દાને ઉજાગર કરવામાં આવ્યા છે. તેથી રિલીઝના સમયે પણ આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ ઘણા અન્ય સંવેદનશીલ મુદ્દા જેવા કે, લિંગ ભેદ, બળાત્કાર, ઘરેલુ હિંસા વગેરેને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

Read More...

મોંઘેરો સૈફઅલી ખાન

ફિલ્મોમાં અભિનય અને ફિલ્મ નિર્માણમાં નિષ્ફળ રહેલા સૈફઅલી ખાન છેલ્લા થોડા સમયથી વેબ સીરીઝમાં લોકપ્રિય થઇ રહ્યો છે. હવે ચર્ચા છે કે,સૈફ અલી ખાન પોતાની સફળતાનો લાભ ઉઠાવી રહ્યો છે અન તેણે પોતાની ફીમાં ત્રણગણો વધારો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સૈફઅલી ખાન અગાઉ એક ફિલ્મના મહેનતાણા માટે રૂ. ત્રણ-ચાર કરોડ લેતો હતો, હવે તેણે તેની ફી વધારીને રૂ. ૧૧ કરોડ કરી હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સૈફની ફિલ્મો હિટ ન રહેતી હોવાથી તેણે પોતાની ફી સ્થિર રાખી હતી. પરંતુ હવે તેણે પોતાના દરેક પ્રોજેક્ટ માટે ફી વધારી છે. રિપોર્ટસમા એવો પણ દાવો છે કે જો તેની ફિલ્મ ડિજિટલ રિલીઝ થાય તો, તેની ફીમાં વધુ વધારો થઇ શકે એમ છે.

Read More...

કોરિયોગ્રાફર પ્રભુ દેવા ભાણેજ સાથે લગ્ન કરશે ?

બોલીવૂડના ટોચના કોરિયોગ્રાફર અને ફિલ્મકાર પ્રભુ દેવા નજીકના ભવિષ્યમાં પોતાની સગી ભાણેજ સાથે લગ્ન કરશે એવી વાતો દક્ષિણ ભારતમાં વહેતી થઇ હતી.
પ્રભુ દેવા આમ તો પરિણિત હતા પરંતુ તેમણે પોતાની પત્ની રામલતા સાથે અણબનાવને કારણે પરસ્પરની સમજૂતીથી છૂટાછેડા લીધા હતા. હવે એવી વાતો વહેતી થઇ હતી કે પ્રભુ દેવા અને એમની ભાણેજ વચ્ચે પ્રેમ સંબંધ હતા. જોકે, તેમણે ક્યારેય જાહેરમાં આ સંબંધનો સ્વીકાર કર્યો નહોતો.

Read More...

અક્ષયકુમારને મળશે રોજના રૂ.બે કરોડ

અક્ષયકુમાર બોલીવૂડમાં પોતાની કામ કરવાની પદ્ધતિ અને ફી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેની ખાસિયત એ છે કે, તે ઓછા સમયમાં વધુમાં વધુ ફિલ્મો પૂર્ણ કરે છે અને તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સુપરહિટ જાય છે. તે એક ફિલ્મ પર જ વધુ સમય ન આપતા વર્ષમાં વધુમાં વધુ ફિલ્મો કરવા પર ભાર મુકે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store