(Photo by CLAUDIO CRUZ/AFP via Getty Images)

એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીએ જાહેરાત કરી હતી કે પ્રારંભિક કસોટીઓમાં તેમની કોવિડ-19 સામેની રસી 90 ટકા સુધી અસરકારક રહી છે અને તેને સામાન્ય ફ્રિજમાં પણ સુરક્ષિત રૂપે સંગ્રહિત કરી શકાય છે. આ રસીના એક ડોઝની કિંમત £2 જેટલી જ છે અને ઇસ્ટર સુધીમાં યુકેમાં લાખો ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે. રેગ્યુલેટરની મંજૂરી સાથે 2020ના અંત સુધીમાં આ રસી આપવાનું શરૂ કરી શકશે.

અજમાયશમાં જાણવા મળ્યું છે કે પ્રથમ વખત રસીનો અડધો ડોઝ આપવામાં આવે છે અને એક મહિના પછી બીજો સંપૂર્ણ ડોઝ આપવામાં આવે છે ત્યારે રસીનુ કામ કરવાનું પરિણામ એટલે કે અસરકારકતા દસમાંથી નવ જેટલી થઇ જાય છે. પરંતુ જ્યારે કોઈને મહિનાના અંતરે બે સંપૂર્ણ ડોઝ આપવામાં આવે છે ત્યારે રસીની આસર ઘટીને 62 ટકા સુધી થાય છે.

ઑક્સફર્ડ યુનિવર્સિટી / એસ્ટ્રાઝેનેકાએ આજે ​​જણાવ્યું હતું કે યુકે અને બ્રાઝિલમાં જે 20,000 લોકોએ આ રસી મેળવી છે તેમાંથી કોઇને કોવિડ-19ની અસર થઇ નથી.

વૈજ્ઞાનિકોએ શોધને બિરદાવી હતી કેમ કે રસીના પ્રથમ ડોઝ માટે અડધી માત્રાની જ જરૂર પડે છે જે  તેને વધુ અસરકારક બનાવે છે. આથી વધુ લોકોની રસી આપી શકાય છે અને રસીનો લાભ વધુ લોકોને મળે છે.

ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે બંને ડોઝિંગ રેજિન્સના સંયુક્ત વિશ્લેષણના પરિણામે સરેરાશ અસરકારકતા 70.4 ટકા થઈ છે. જીવનરક્ષક રસીની કિંમત દરેકના £2થી £4 સુધીની રહેશે. આ રસી બ્રિટનભરના દરેક લોકોને વસંત ઋતુના અંત સુધીમાં આપવામાં આવશે. બોરિસ જ્હોન્સને આ રસીના 100 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે.

વડા પ્રધાને આજે તા. 23ના રોજ ​​ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે ‘ઓક્સફોર્ડની રસીની અજમાયશના ઉત્સાહજનક સમાચાર છે. આગળ હજી સલામતીની તપાસ બાકી છે, પરંતુ આ ખૂબ જ સરસ પરિણામો છે. યુનિવર્સિટી ઓફ ઑક્સફોર્ડ અને એસ્ટ્રાઝેનેકાના અમારા તેજસ્વી વૈજ્ઞાનિકો અને ટ્રાયલ્સમાં વોલંટીયર્સ તરીકે જોડાયેલા બધાને વેલ ડન.

યુ.એસ.માં ફાઈઝર અને મોડેર્ના દ્વારા વિકસિત રસીઓએ 95 ટકા સંરક્ષણ આપતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ તો બંને રસીઓનો માઈનસ 75 સેલ્સીયસ અને માઇનસ 20 સેલ્સીયસ વચ્ચે સંગ્રહ કરવો પડશે અને દરેક રસી દીઠ £24 સુધીનો વધુ ખર્ચ થાય છે.