(Photo by SAJJAD HUSSAIN/AFP via Getty Images)

અક્ષયકુમાર બોલીવૂડમાં પોતાની કામ કરવાની પદ્ધતિ અને ફી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેની ખાસિયત એ છે કે, તે ઓછા સમયમાં વધુમાં વધુ ફિલ્મો પૂર્ણ કરે છે અને તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સુપરહિટ જાય છે. તે એક ફિલ્મ પર જ વધુ સમય ન આપતા વર્ષમાં વધુમાં વધુ ફિલ્મો કરવા પર ભાર મુકે છે. હવે જાણવા મળ્યું છે કે, તે બેલબોટમ ફિલ્મની ટીમ સાથે વધુ એક ફિલ્મ બનાવાનો છે. જે કોમેડી ફિલ્મ હશે, જેનું દિગ્દર્શન મુસ્સર અલી કરશે અને જેકી તથા વાસુ ભગનાની આ ફિલ્મના નિર્માતા હશે. સોશિયલ મીડિયાના એક રિપોર્ટના અનુસાર, અક્ષય આ ફિલ્મની કથા સાંભળીને ખૂબ જ ખુશ થયો હતો. આ એક અનોખા પરિવાર પરની કોમેડી ફિલ્મ હશે. કહેવાય છે કે, અક્ષય આ ફિલ્મ માટે રૂ. ૧૦૦ કરોડની ફી વસૂલશે. જ્યારે અક્ષયની ફી સિવાયનું આ ફિલ્મનું બજેટ રૂ. ૩૫-૪૦ કરોડ છે. અક્ષય આ ફિલ્મનું શૂટિંગ ૪૫ દિવસમાં પૂર્ણ કરશે એવું કહેવાય કે, તેને ફી પેટે માટે રોજના રૂ. બે કરોડ મળશે. તેની નવી ફિલ્મ ‘લક્ષ્મી’ તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. તેણે બેલબોટમ ફિલ્મનું પણ શૂટિંગ પૂર્ણ કર્યું છે.