પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

2022માં બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં સૌપ્રથમવાર મહિલા ક્રિકેટનો સમાવેશ કરવાની ગયા સપ્તાહે જાહેરાત કરાઈ હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ (ICC) અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને (CGF) તેની જાહેરાત કરી હતી. 2022ની કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રમાશે.

આ અગાઉ 1998મા કુઆલાલંપુર કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરાયો હતો. યજમાન તરીકે ઈંગ્લેન્ડની મહિલા ટીમ આ સ્પર્ધા માટે સીધી ક્વોલિફાઇ થઈ છે, તે ઉપરાંત બીજી 7 ટીમ્સ સ્પર્ધામાં રહેશે.