(Photo by Stuart Wilson/Getty Images)

ફિલ્મોમાં અભિનય અને ફિલ્મ નિર્માણમાં નિષ્ફળ રહેલા સૈફઅલી ખાન છેલ્લા થોડા સમયથી વેબ સીરીઝમાં લોકપ્રિય થઇ રહ્યો છે. હવે ચર્ચા છે કે,સૈફ અલી ખાન પોતાની સફળતાનો લાભ ઉઠાવી રહ્યો છે અન તેણે પોતાની ફીમાં ત્રણગણો વધારો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સૈફઅલી ખાન અગાઉ એક ફિલ્મના મહેનતાણા માટે રૂ. ત્રણ-ચાર કરોડ લેતો હતો, હવે તેણે તેની ફી વધારીને રૂ. ૧૧ કરોડ કરી હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સૈફની ફિલ્મો હિટ ન રહેતી હોવાથી તેણે પોતાની ફી સ્થિર રાખી હતી. પરંતુ હવે તેણે પોતાના દરેક પ્રોજેક્ટ માટે ફી વધારી છે. રિપોર્ટસમા એવો પણ દાવો છે કે જો તેની ફિલ્મ ડિજિટલ રિલીઝ થાય તો, તેની ફીમાં વધુ વધારો થઇ શકે એમ છે.

સૈફ પાસે અત્યારે ઘણી ફિલ્મના પ્રોજેક્ટસ છે. તે હોરર ફિલ્મ ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત તે અલી અબ્બાસ ઝફરની આવનારી વેબ સીરિઝ દિલ્હીનો હિસ્સો બનવાનો છે. તે ટૂંક સમયમાં જ બંટી ઓર બબલી ટુમાં રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ સાથે જોવા મળશે. એટલું જ નહીં તે પ્રભાસ સાથે આદિપુરુષમાં નેગેટિવ ભૂમિકા ભજવશે.
તેની છેલ્લી ફિલ્મ જવાની જાનેમન હતી જેમાં તબ્બુ અને અલાયા ફર્નિચર પણ હતા.