બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન (ફાઇલ ફોટો (Photo by VALERY HACHE/AFP via Getty Images)

વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ‘નટખટ’ અંગે મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. આ ફિલ્મ ઓસ્કરની રેસમાં સામેલ થાય તેવી સંભાવના છે. તાજેતરમાં જ ‘નટખટ’ ને બેસ્ટ ઓફ ઈંડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2020ની ત્રીજી એડિશનમાં મુખ્ય એવોર્ડ પ્રાપ્ત થયો છે. જે તેને ઓસ્કર નોમિનેશન માટે યોગ્ય બનાવે છે.

આ ફિલ્મના દિગ્દર્શક શાન વ્યાસ છે. આ ફિલ્મ પિતૃસત્તા અને નેગેટિવ મર્દાનગી જેવા કડક મુદ્દાને ઉજાગર કરવામાં આવ્યા છે. તેથી રિલીઝના સમયે પણ આ ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ ઘણા અન્ય સંવેદનશીલ મુદ્દા જેવા કે, લિંગ ભેદ, બળાત્કાર, ઘરેલુ હિંસા વગેરેને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ફિલ્મથી અભિનેત્રી વિદ્યા બાલને બોલીવુડમાં એક નિર્માતા તરીકે ડેબ્યુ કર્યું હતું. નટખટનો વર્લ્ડ પ્રીમિયર પ્રતિષ્ઠિત ‘વી આર વનઃ એ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટિવલ’ માં થયું હતું. આ અંગે વિદ્યા બાલને કહ્યું કે, અમારી ફિલ્મને અગાઉ પણ પુરસ્કાર મળ્યો છે, તેનાથી અમે બધા ખૂબ જ ખુશ છીએ. હવે આ ફિલ્મ ઓસ્કર માટે આગળ વધી શકે છે. આ ફિલ્મ મારા માટે અવિશ્વનીયરૂપથી નજીક છે. કારણ કે, તેમાં મને કલાકાર અને નિર્માતાની બેવડી ભૂમિકાઓ નિભાવવાની તક મળી છે.