Strep A Symptoms, Information and Precautions
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણા કર્યું છે અને મૃત્યુઆંક 250,000ને વટાવી ગયો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોનાએ 1,349,000 લોકોનો જીવ લીધો છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં કુલ 250,537 લોકોના મોત થયા છે અને હાલમાં 11.5 મિલિયન કેસ છે.

અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા છે અને સૌથી વધુ મોત થયા છે. અમેરિકામાં કોરોના દર મિનિટે એક વ્યક્તિનો જીવ લે છે. જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર ડો જોનાથન રિનેરે ચેતવણી આપી હતી કે સ્થિતિ વિકરાટ બની રહી છે. અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પરિવર્તનમાં અવરોધ ઊભા કરી રહ્યાં હોવાથી સ્થિતિ વધુ કથળી છે.

રિનેરે જણાવ્યું હતું કે સરેરાશ ધોરણે દૈનિક 70,000થી 80,000 નવા કેસ નોંધાઈ રહ્યાં છે. બુધવારે આશરે 155,000 કેસ નોંધાયા હતા. બુધવારે આશરે 1,700 લોકોના મોત થયા હતા. કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટ્સના જણાવ્યાા અનુસાર કેટલીક હોસ્પિટલમાં હેલ્થકેર વર્કર્સની અછત ઊભી થઈ છે. મંગળવારે અમેરિકામાં 76,830 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા, જે એક નવો રેકોર્ડ છે.