(istockphoto)

અમેરિકાના જાણીતા વર્તમાનપત્ર ન્યૂયોર્ક ટાઈમ્સે ૨૦૨૦ના વર્ષના ટોચના 10 પુસ્તકોની યાદી જાહેર કરી હતી. એ યાદીમાં ભારતના ત્રણ લેખકોના પુસ્તકોનો સમાવેશ થયો હતો.આ યાદીમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના પુસ્તક અ પ્રોમિસ્ડ લેન્ડનો પણ સમાવેશ કરાયો હતો.

યાદીમાં ત્રણ ભારતીય લેખકોના પુસ્તકોનો પણ એમાં સમાવેશ થયો હતો. મેઘા મજૂમદારના પુસ્તક ધ બર્નિંગને આ યાદીમાં સ્થાન મળ્યું હતું. આ પુસ્તક ભારતીય મહાનગરોમાં આતંકવાદી ઘટના પર આધારિત છે. કેરળના પત્રકાર દીપા અનાપ્પરાના પુસ્તક જિન્ન પેટ્રોલ ઓન ધ પર્પલ લાઈનને પણ આ યાદીમાં સ્થાન અપાયું હતું. એ ડોમિનન્ટ કેરેક્ટરઃ ધ રેડિકલ સાયન્સ એન્ડ રેસ્ટલેસ પોલિટિક્સ ઓફ જેબીએસ હેલ્ડેન નામના પુસ્તકનો ન્યૂયોર્ક ટાઈમ્સના વાંચવાલાયક લિસ્ટમાં સમાવેશ કરાયો હતો. આ પુસ્તક સામંત સુબ્રમણ્યમે લખ્યું છે.