પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદના ગોતા વિસ્તારમાં ૨૯ વર્ષની વહુએ બુધવારે લોખંડના સળિયા વડે પોતાની સાસુના માથામાં ફટકા મારીને તેમની હત્યા કરી નાંખી હતી. એમકોમ અને એમબીએ થયેલી આ મહિલાના ૧૦ મહિના પહેલા જ માર્બલના વેપારી સાથે લગ્ન થયા હતા અને ૨ માસનો ગર્ભ ધરાવે છે. સોલા પોલીસે વહુની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગોતામાં રોયલ હોમ્સના બી બ્લોકમાં ૨૭ ઓક્ટોબરના રોજ રાત્રે આ બનાવ બન્યો હતો. નિકીતા દિપકભાઈ અગ્રવાલે (૨૦) પોતાની સાસુ રેખાબહેન રામનિવાસ અગ્રવાલની હત્યા કરી નાંખી હતી. મુળ રાજસ્થાનની વતની નિકીતા અગ્રવાલના લગ્ન ગોતામાં રહેતા અને ગોતામાં માર્બલની દુકાન ધરાવતા દિપક અગ્રવાલ સાથે ૧૦ મહિના અગાઉ થયા હતા. ઘરકામ બાબતે સાસુ અને વહુ વચ્ચે વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હોવાનું જાણવા મળ્યું હતું.