(ANI Photo)

અમિત શાહ મંગળવાર, 5 ઓગસ્ટે ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહપ્રધાન બન્યા હતાં. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો હતો.

અમિત શાહે ૩૦ મે, ૨૦૧૯ના રોજ પહેલી વાર પદ સંભાળ્યું હતું. ગૃહપ્રધાન તરાકે તેમણે કુલ ૨,૨૫૮ દિવસ (આશરે ૬ વર્ષ અને ૬૮ દિવસ) કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેમણે ૫ ઓગસ્ટના રોજ આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું, તે જ તારીખે તેમણે ૨૦૧૯માં સંસદમાં કલમ ૩૭૦ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી, જેનાથી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો હતો.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતનો ઉલ્લેખ કરતા અમિત શાહની ખૂબ પ્રશંસા કરી હતી. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ગૃહપ્રધાન તરીકેનો રેકોર્ડ તોડયો હતો. અડવાણી 19 માર્ચ, 1998થી 22 મે, 2004 સુધી કુલ 2256 દિવસ દેશના ગૃહપ્રધાન રહ્યાં હતાં. અડવાણી પછી કોંગ્રેસના નેતા ગોવિંદ વલ્લભ પંતે ત્રીજા ક્રમે સૌથી વધુ સમય સુધી ગૃહપ્રધાન તરીકે સેવા આપી હતી.

LEAVE A REPLY