ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન્સ (IMO) કાઉન્સિલના 2025-26ના કાર્યકાળ માટે ભારતને તેની શ્રેણીમાં સૌથી વધુ મત સાથે ફરીથી ચૂંટવામાં આવ્યું છે. લંડનમાં IMO એસેમ્બલી દરમિયાન ચૂંટણીઓ યોજાઈ હતી, જ્યાં ભારતને શ્રેણી B માં 154 મત મળ્યા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં મુખ્ય હિતો ધરાવતા 10 દેશોનો સમાવેશ થાય છે. આ જૂથમાં ચૂંટાયેલા અન્ય સભ્યોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન અને UAEનો સમાવેશ થાય છે.

નવી ચૂંટાયેલી કાઉન્સિલ 4 ડિસેમ્બરે તેના 136મા સત્ર માટે તેના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરશે. લંડનમાં ભારતીય હાઈ કમિશને સભ્ય દેશોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

ભારતે આ વર્ષની શરૂઆતમાં તેની ઉમેદવારી શરૂ કરી, તેના લાંબા ગાળાના દરિયાઈ દ્રષ્ટિકોણને પ્રકાશિત કર્યો હતો. જેમાં 25 વર્ષમાં આ ક્ષેત્રમાં USD 1 ટ્રિલિયનનું રોકાણ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ વિઝન 2047 હેઠળ અગ્રણી દરિયાઈ રાષ્ટ્ર બનવાના ભારતના લક્ષ્ય પર ભાર મૂક્યો હતો.

LEAVE A REPLY