(ANI Photo)

એર ઇન્ડિયાએ ભારતમાંથી તેના મુસાફરો માટે યુરોપ અને કેનેડાના તમામ સ્થળો માટે તેની ઇન્ટિગ્રેટેડ સેલ્ફ-ચેક-ઇન અને બેગેજ ડ્રોપ ફેસિલિટીનો વ્યાપ વધારવાની સોમવારે જાહેરાત કરી હતી.

આ ફુલ સર્વિસ એરલાઇન ભારતથી યુએસ અને ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય સ્થળો ઉપરાંત સ્થાનિક નેટવર્કમાં એરપોર્ટ માટે આવી સુવિધા શરૂ કરનારી પ્રથમ એરલાઇન હતી. કંપનીએ જણાવ્યું હતું કે આ સુવિધા એર ઇન્ડિયાના મુસાફરોને બોર્ડિંગ પાસ અને બેગેજ ટેગ છાપવા અને બેગ જાતે મૂકવાની એક સરળ ડિજિટલ પ્રક્રિયા ઓફર કરે છે, જેનાથી કાઉન્ટર પર ચેક-ઇન માટે કતારમાં ઉભા રહેવાની જરૂરિયાત દૂર થાય છે.

એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તે હવે આ સુવિધા 19 એરપોર્ટ – લંડન (હીથ્રો અને ગેટવિક), બર્મિંગહામ, પેરિસ, વિયેના, એમ્સ્ટરડેમ, કોપનહેગન, ફ્રેન્કફર્ટ, મિલાન, ઝુરિચ, ટોરોન્ટો, વાનકુવર અને અમેરિકાના પાંચેય સ્થળો (ન્યૂ યોર્ક, નેવાર્ક, શિકાગો, વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કો) અને ઓસ્ટ્રેલિયાના બે સ્થળો (સિડની અને મેલબોર્ન) સુધી વિસ્તારી રહી છે.

LEAVE A REPLY