(Photo by MANDEL NGAN/AFP via Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ‘ગોલ્ડ કાર્ડ’ વેબસાઇટ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ મારફત 5 મિલિયન ડોલરમાં અમેરિકાની નાગરિકતા મેળવવા માટે વિદેશી નાગરિકો ગોલ્ડ ગાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ટ્રમ્પે બુધવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે પાંચ મિલિયન ડોલરમાં, ટ્રમ્પ કાર્ડ આવી રહ્યું છે! હજારો લોકો ફોન કરીને પૂછપરછ કરી રહ્યા છે કે તેઓ વિશ્વના મહાન દેશ અને બજારમાં પ્રવેશ મેળવવા માટેના સુંદર રસ્તા પર સવારી કરવા માટે કેવી રીતે સાઇન અપ કરી શકે છે.

આ સાઇટ હાલમાં ફક્ત ‘ટ્રમ્પ કાર્ડ’માં રસ ધરાવતા લોકોને જ તેમનું નામ, પ્રદેશ, ઇમેઇલ સરનામું અને અરજદાર પોતાના માટે અથવા વ્યવસાય તરીકે અરજી કરી રહ્યો છે કે નહીં તે નોંધણી કરાવવાની મંજૂરી આપે છે.

નવી વેબસાઇટ trumpcard.govમાં ટ્રમ્પના ફોટા સાથે સુવર્ણ રંગના કાર્ડની છબી બતાવવામાં આવી છે. તે આઠ પ્રદેશોમાંથી અરજીઓ સ્વીકારી રહી છે. તેમાં યુરોપ, એશિયા (મધ્ય પૂર્વ સહિત), ઉત્તર અમેરિકા, ઓશનિયા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, કેરેબિયન અને આફ્રિકાનો સમાવેશ થાય છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં પ્રથમ “ગોલ્ડ કાર્ડ”, રેસિડેન્સી પરમિટ યોજના જાહેર કરી હતી. તે સમયે રિપબ્લિકન પ્રમુખે કહ્યું હતું કે આ ખાસ વિઝા કદાચ બે અઠવાડિયાથી ઓછા સમયમાં ઉપલબ્ધ થશે.

જોકે આ યોજના હજુ સુધી ઔપચારિક રીતે શરૂ કરાયો નથી. નવી શરૂ થયેલી વેબસાઇટમાં માત્ર રજિસ્ટ્રેશન થશે.

LEAVE A REPLY