પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના ન્યૂજર્સીના નેવાર્ક એરપોર્ટ પર એક ભારતીય વિદ્યાર્થીને ડિપોર્ટ કરતાં પહેલા તેની સાથે અધિકારીઓએ એક ગુનેગાર જેવો વ્યવહાર કરતો એક વીડિયો બહાર આવ્યા પછી ભારત ખાતેના યુએસ દૂતાવાસે વોર્નિંગ આપી હતી કે અમેરિકા તેના કાયદાના ઉલ્લંઘન અથવા વિઝાના દુરુપયોગને સહન કરશે નહીં.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં યુએસ દૂતાવાસે જણાવ્યું હતું કે અમેરિકા કાયદેસરના મુસાફરોનું સ્વાગત કરવાનું ચાલુ રાખે છે. જોકે અમેરિકાની મુલાકાત લેવાનો કોઈ હક નથી. અમે ગેરકાયદેસર પ્રવેશ, વિઝાનો દુરુપયોગ અથવા યુએસ કાયદાના ઉલ્લંઘનને સહન કરી શકતા નથી અને સહન કરીશું નહીં.

આ વિચલિત કરનાર ફૂટેજમાં દેખાય છે કે અધિકારીઓએ વિદ્યાર્થીને જમીન પર પછાડ્યો હતો અને ઓછામાં ઓછા ચાર અધિકારીઓ તેને પકડી રાખ્યો હતો. જેમાંથી બે અધિકારીઓએ તેમના ઘૂંટણ તેની પીઠ પર રાખ્યા હતાં. તેમણે વિદ્યાર્થીના પગ અને હાથ બાંધી દીધા હતાં.

આ ઘટનાને એક દિવસ પછી ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ મળી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય નાગરિકને નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અમે આ સંદર્ભમાં સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. કોન્સ્યુલેટ ભારતીય નાગરિકોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહે છે.

LEAVE A REPLY