અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટસને પકડવા માટે ફાર્મ્સ, હોટેલ્સ અને રેસ્ટોરાંમાં દરોડા નહીં પાડવા તેમજ ધરપકડ નહીં કરવા ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) વિભાગને આદેશ આપ્યો છે. યુએસમાં આ ત્રણેય સેક્ટર મોટાભાગે માઈગ્રન્ટસ શ્રામિકો પર આધારિત હોય છે તેથી તેની કામગીરીને અસર ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
આંતરિક ઈમેલ્સ અને આ નિર્ણયો સાથે સંલગ્ન ત્રણ અધિકારીઓએ કહ્યું હતું કે ICEએ ગેરકાયદે ઈમિગ્રન્ટસને પકડવાની કેટલીક કામગીરી સ્થગિત કરી છે. ICEનાં વરિષ્ઠ અધિકારી ટાટમ કિંગે કહ્યું છે કે ખેતરોમાં ક્વાકલ્ચર અને મીટ પેકિંગ પ્લાન્ટ સહિતનાં એગ્રિકલ્ચર ફાર્મ્સ તેમજ રેસ્ટોરાં અને હોટેલ્સમાં તપાસની તેમજ ધરપકડની તમામ કામગીરી રોકવા આદેશ અપાયા છે
હોમલેન્ડ સીક્યુરીટી વિભાગે કહ્યું હતું કે અમે રાષ્ટ્રપતિનાં આદેશોનું પાલન કરીશું અને અમેરિકાનાં રસ્તાઓ પર ગુના આચરતા સૌથી ખરાબમાં ખરાબ ગુનેગારો કે જેઓ ગેરકાયદે વિદેશીઓ છે તેમને પકડીને હટાવવાનું કામ ચાલુ રાખીશું. તેમણે એજન્ટોને કોઈ ગુનાઈત ભૂતકાળ નહીં ધરાવતા લોકોની ધરપકડ નહીં કરવા કહ્યું છે મતલબ કે કોઈ ગૂનાઈત રેકોર્ડ ન ધરાવતી વ્યક્તિને પકડવામાં આવશે નહીં. યુએસ હોમલેન્ડ સિક્યુરીટી દ્વારા આ ફેરફારોની પુષ્ટિ કરાઈ છે.
