(MEA via PTI Photo)

કેનેડામાં G7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક પછી ભારત અને કેનેડા બંને દેશોના નાગરિકો અને બિઝનેસને નિયમિત સેવાઓ આપવા માટે નવા હાઇકમિશર્ની નિમણૂક કરવા સંમત થયા હતાં.

કેનેડાના વડાપ્રધાનના કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે કાર્ની અને મોદીએ પરસ્પર આદર, કાયદાના શાસન તથા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના સિદ્ધાંત પ્રત્યે પ્રતિબદ્ધતા પર આધારિત કેનેડા-ભારત સંબંધોના મહત્વપૂર્ણ ગણાવ્યા હતાં. બંને નેતાઓ નાગરિકો અને બિઝનેસને નિયમિત સેવાઓ આપવા માટે નવા હાઇકમિશર્ની નિમણૂક કરવા સંમત થયા હતાં

બંને નેતાઓએ લોકો- લોકો વચ્ચેના મજબૂત અને ઐતિહાસિક સંબંધો, ઈન્ડો-પેસિફિકમાં ભાગીદારી તથા આર્થિક વૃદ્ધિ, સપ્લાય ચેઇન અને એનર્જી ટ્રાન્સફોર્મેશનમાં ભાગીદારી સહિત ભારત-કેનેડા વચ્ચેના મહત્ત્વના કોમર્શિયલ કનેક્શનની પણ ચર્ચાવિચારણા કરી હતી. બંને નેતાઓએ ટેકનોલોજી, ડિજિટલ ટ્રાન્ઝિશન, ખાદ્ય સુરક્ષા અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં જોડાણને વધુ ગાઢ બનાવવાની તકો પર પણ ચર્ચા કરી હતી.


Warning: A non-numeric value encountered in /home2/aj123/public_html/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 308

LEAVE A REPLY