બ્રિટિશ-એશિયન નીલ મુખર્જી, જેમના ભારતીય માતાપિતા 1969 અને 1970માં યુકે આવ્યા હતા તેઓ વિન્ડરશ સ્કીમ અને વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમ અંગે વિન્ડ્રશ મુદ્દાથી પ્રભાવિત સમુદાયોમાં જાગૃતિ લાવવાની જવાબદારી ધરાવતા 40 ગતિશીલ વ્યક્તિઓના નેટવર્ક, હોમ ઑફિસના વિન્ડરશ કમ્યુનિટિ એમ્બેસેડર પ્રોગ્રામના સભ્ય છે.

“મને વિન્ડરશ ઇશ્યુનો વ્યક્તિગત અનુભવ છે, કારણ કે મારા માતાપિતા અને મોટા ભાઈ 1980ના દાયકાની શરૂઆતમાં આ કટોકટીમાં ફસાયેલા હતા. અને વિન્ડરશ જનરેશનના દક્ષિણ એશિયાના વંશજ તરીકે, હું બાંગ્લાદેશ, ભારત અને પાકિસ્તાન જેવા દેશોના અસરગ્રસ્ત લોકોને થયેલ નુકશાનને સુધારવા સરકારને મદદ કરવા પ્રતિબદ્ધ છું.

હોમ ઑફિસ દ્વારા વિન્ડરશ મુદ્દાથી અસરગ્રસ્ત વ્યક્તિઓને ટેકો પૂરો પાડવા માટે વિન્ડરશ સ્કીમ અને વિન્ડ્રશ કોમ્પેન્સેશન સ્કીમ લાવવામાં આવી છે. વિન્ડરશ સ્કીમ લોકોને યુકેમાં રહેવાનો પોતાનો અધિકાર દર્શાવવા માટે જરૂરી દસ્તાવેજો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. અને કોમ્પેન્સેશન સ્કીમ જો તેમને નુકસાન થયું હોય તો તેમને વળતર આપવા માટે બનાવવામાં આવી હતી, કારણ કે તેઓ યુકેમાં રહેવા અથવા કામ કરવાના તેમના કાયદેસરના હકનું નિદર્શન કરવા માટે સક્ષમ ન હતા.

“આ ભૂમિકા કરવાથી, હું અસરગ્રસ્ત નાગરિકો અને દક્ષિણ એશિયન ડાયસ્પોરાના સમુદાયોને સુલભ માહિતી પ્રદાન કરૂ છું, અને જેઓ માહિતી અને ટેકો મેળવવા માટે પાત્ર છે તેમની માન્યતા અથવા અસત્યને દૂર કરી શકું છું.

“મારા વિન્ડરશ કમ્યુનિટી એમ્બેસેડર કમિટમેન્ટ્સ ઉપરાંત હું વિન્ડરશ નેશનલ ઓર્ગેનાઇઝેશન (WNO)નો સક્રિય સભ્ય છું. વિન્ડરશ વારસો અને ન્યાય માટેના કારણને આગળ વધારવા માટે મેં ઑક્સફોર્ડમાં વિન્ડરશ લેગસી ઑક્સન નામની એક સ્થાનિક સંસ્થા પણ ખોલી છે.”

વિન્ડરશ કૌભાંડથી પ્રભાવિત વ્યક્તિઓ સાથેની તેમની વાતચીતથી પ્રેરાઈને, નીલ ઑક્સફોર્ડશાયર માઇન્ડમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે, કેમ કે તે જાણે છે કે ઘણા વિન્ડરશ નાગરિકો અને તેમના વંશજો માનસિક આઘાત અને માનસિક સ્વાસ્થ્ય મુશ્કેલીઓથી પ્રભાવિત છે.

“હું દક્ષિણ એશિયાથી પ્રભાવિત સમુદાયોના તમામ સભ્યોને, જોડાયેલા વિન્ડરશ સમુદાય તરીકે આગળ વધવા અને હોમ ઑફિસ દ્વારા ઉપલબ્ધ કરાયેલ ટેકો મેળવવા અપીલ કરું છું.”

જો તમને વિન્ડરશ સ્કીમ અને વિન્ડરશ કોમ્પેન્સેશન સ્કીમમાંથી સહાય મળી શકે છે તે જાણવા માટે, જો તમને જરૂરી દસ્તાવેજોની ખાતરી ન હોય તો પણ https://windrush.campaign.gov.uk/ ની મુલાકાત લો અથવા મફત હેલ્પલાઈન 0800 678 1925 પર સહાય માટે કૉલ કરો.

તમે વિન્ડરશ હેલ્પ ટીમને જે કંઈપણ કહો છો તે સંવેદનશીલતા સાથે કરવામાં આવશે અને તે માહિતી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને આપવામાં આવશે નહીં.