(PTI Photo)

કેન્દ્રીય પ્રધાન અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ સોમવારે અમેઠી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. અમેઠી ગાંધી પરિવારની પરંપરાગત બેઠક છે અને કોંગ્રેસે આ બેઠક માટે હજુ ઉમેદવારની જાહેરાત કરી નથી. અમેઠી બેઠક પરથી ગઈ ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને હરાવ્યા હતાં.

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ અને અન્ય નેતાઓ સાથે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી કરી હતી. આ પહેલા ગૌરીગંજમાં ભાજપ કાર્યાલયથી 200 મીટર લાંબો રોડ-શો કર્યો હતો.

કોંગ્રેસે હજુ સુધી આ સીટ પરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, જો કે પાર્ટીના નેતાઓ માને છે કે રાહુલ ગાંધી ફરીથી આ સીટ પરથી ચૂંટણી લડશે.અમેઠીમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થવાનું છે.

 

LEAVE A REPLY

three + three =