(PTI Photo)

ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગુજરાતની 26 લોકસભા બેઠકોમાંથી 25 બેઠકો જીતી હતી, પરંતુ 2019ની ચૂંટણીની સરખામણીમાં તેનો વોટ શેર 63.11 ટકાથી ઘટીને 61.86 ટકા થયો છે. કોંગ્રેસ અને અને આમ આદમી પાર્ટી બંનેનો કુલ મતહિસ્સો 33.99 ટકા રહ્યો હતો. તેમાંથી કોંગ્રેસે 31.24 ટકા અને આમ આદમી પાર્ટીએ 2.69 ટકા મત મેળવ્યા હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગૃહ રાજ્યમાં કોંગ્રેસે બનાસકાંઠા બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. આમ આદમી પાર્ટી (AAP) ભરૂચ અને ભાવનગર બેઠકો જીતી શકી ન હતી.

2019માં કોંગ્રેસ કોઈપણ જોડાણ વિના પોતાના દમ પર ચૂંટણી લડી હતી અને તેને એકપણ બેઠક મળી ન હતી. તે સમયે તેને  32.55 ટકા વોટ શેર મળ્યો હતો. માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાતની તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી હતી, તેને 0.76 ટકા વોટશેર મળ્યો હતો, જે NOTA (ઉપરમાંથી કોઈ નહીં) ને મળેલા વોટ શેર કરતા ઘણો ઓછો હતો. નોટામાં 1.56  ટકા મત પડ્યાં હતા.

 

LEAVE A REPLY