FILE PHOTO (ANI Photo)

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના વહેલા આગમન સાથે રાજ્યમાં 30 જૂન સુધીમાં સિઝનનો સરેરાશ 32 ટકા વરસાદ નોંધાયો હતો. આમ 15 દિવસમાં રાજ્યમાં 11 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 31.62 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સારા વરસાદને કારણે 21.28 ટકા વાવેતર થયું હતું, જે અગાઉની સિઝન કરતાં આશરે 11 ટકા વધુ છે.

રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 34 ઇંચ વરસાદ પડતો હોય છે, પરંતુ રાજ્યમાં સિઝનના પ્રથમ 14 દિવસમાં બમણો વરસાદ થયો હતો. ગુજરાતમાં વર્ષ 2024માં 29મી જૂન સુધી સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ પડ્યો હતો.

છેલ્લા 10 વર્ષમાં જૂનમાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ હતો. આ વખતે ચોમાસાએ સમગ્ર રાજ્યને તેના નિયમ સમય કરતાં વહેલું આવરી લીધું હતું. બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે 4 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી.

ચોમાસાની ચાલુ સીઝનમાં દક્ષિણ ગુજરાતમાં 20.09 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 34.25 ટકા વરસાદ આવ્યો હતો. આ ઉપરાંત કચ્છમાં 5.50 ઈંચ સાથે 28.83 ટકા, ઉત્તર ગુજરાતમાં 6.65 ઈંચ સાથે 23.53 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.56 ઈંચ સાથે 33.35 ટકા અને સૌરાષ્ટ્રમાં 9.51 ઈંચ સાથે 32.32  ટકા વરસાદ થઈ ચુક્યો  હતો.

30 જૂન સુધીમાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો માત્ર 1 તાલુકો હતો. 26 તાલુકામાં 20થી 40 ઈંચ, 89 તાલુકામાં 10થી 20 ઈંચ, 41 તાલુકામાં 5થી 10 ઈંચ અને 5 તાલુકામાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો  હતો.

LEAVE A REPLY