કેલિફોર્નિયાની એડવેન્ટિસ્ટ હેલ્થ હોસ્પિટલમાં ફેસ માસ્કનુ દાન કરતા મિતેશ અને અલ્પેશ જીવણ

આહોઆને સેક્રેટરી નીલ પટેલ અને કેલિફોર્નિયા હોટલ એન્ડ લોજિંગ એસોસિએશનના અધ્યક્ષ બિજલ પટેલ સહિત 12 યુવાન હોટલિયર્સના ગૃપે કેલિફોર્નિયા, ટેક્સાસ, ઓરેગોન અને વૉશિંગ્ટનમાં આવેલી વિવિધ હોસ્પિટલોના સ્ટાફને માટે 25,000 ફેસ માસ્ક દાન આપ્યા હતા.

તેમણે કેલિફોર્નિયાની ઉકાહ વેલીની એડવન્ટિસ્ટ હેલ્થ અને સાન્ટા ક્રુઝની ડોમિનિકન હોસ્પિટલ; ઑરેગોનના પોર્ટલેન્ડના લેગસી ઇમેન્યુઅલ મેડિકલ સેન્ટર અને હૂડ રીવરમાં પ્રોવિડન્સ મેમોરિયલ હોસ્પિટલ; ટેક્સાસના ડલ્લાસની પાર્કલેન્ડ હેલ્થ, સુગર લેન્ડમાં મેમોરિયલ હર્મન, હ્યુસ્ટનની મેમોરિયલ હર્મન સાઉથવેસ્ટ અને રાઉન્ડ રોકમાં એસેન્શન સેટન વિલિયમસન હોસ્પિટલ તેમ જ વૉશિંગ્ટનના કેનવિકની ટ્રિઓસ હેલ્થ, પાસ્કોમાં લુર્ડ્સ મેડિકલ સેન્ટર અને રિચલેન્ડમાં કેડલેક રિજનલ મેડિકલ સેન્ટરમાં માસ્ક આપવામાં આવ્યા હતા.

આહોઆને સેક્રેટરી નીલ પટેલે જણાવ્યુ હતુ કે “હોટેલિયર્સ આખો દિવસ રસ્તા પર વિતાવનાર મુસાફરોને સલામત અને આરામપ્રદ રાત પૂરી પાડવામાં નિષ્ણાત હોય છે. કટોકટીના આ વાતાવરણ દરમિયાન, અમે આરોગ્ય ક્ષેત્રે કામ કરનારા લોકોનુ કામ થોડું સુરક્ષિત અને સરળ બને તેવી ઇચ્છા રાખીએ છીએ જેઓ સમુદાયો માટે ખૂબ મહેનત કરી રહ્યા છે.”

બિજલ પટેલ જણાવ્યું હતું કે, “હાલમાં અમે દર મિનિટે ખૂબ જ ખાસ મુશ્કેલીનો સામનો કરી રહેલા અમારા પડોશીઓ અને ખાસ કરીને તબીબી સ્ટાફની કોઈ પણ બાઉન્ડ્રીની પરવા કર્યા વગર મદદ કરી રહ્યા છીએ. ”

તરણ પટેલે જણાવ્યું હતું કે, “અમારી કંપનીઓએ અમારા સ્થાનિક સમુદાયોની જરૂરિયાત વિશે વિચાર્યું તેમાં  અમને ઝડપથી સમજાયું હતુ કે રક્ષણાત્મક તબીબી ઉપકરણોની ખાસ જરૂર છે, ખાસ કરીને માસ્ક. અમે તુરંત જ યુવા હોટલિયર્સના એક ઉત્સાહિત જૂથને કામે લગાવ્યુ હતુ જેઓ અમારા સામૂહિક સંસાધનોનો લાભ આપી ઝડપી કાર્ય કરી શકે.”

ટેનસેવન્ટી અને જીવન એલઇડી લાઇટિંગના મિતેશ જીવણે જણાવ્યુ હતું કે ‘’એશિયાની કંપનીઓના સંપર્કોનો ઉપયોગ કરીને અછત સર્જાઈ હતી તો પણ મોટા પ્રમાણમાં માસ્ક મેળવ્યા હતા. અમેરિકનોને પ્રતીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતુ.  પરંતુ મેં શક્ય તેટલી ઝડપથી અમને રાઉન્ડ ધ ક્લોક મદદ કરતા હેલ્થ કેર વર્કર માટે સર્જિકલ માસ્ક આયાત કરવાની વ્યવસ્થા કરી હતી.”

યુનિટી હોટેલ્સ ગ્રુપના સાવન પટેલે જણાવ્યું હતું કે “આ માસ્ક પૂરા પાડવા એ તો તબીબોને તેમની લડાઇનુ સાધન આપવાનો એક નાનો રસ્તો છે જેઓ આગળની હરોળમાં અમારા માટે લડે છે.”

હોટેલિયર્સના અન્ય જૂથે સમુદાય સાથે શેર કરવા માટે હાલમાં જ માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે.

હોસ્પિટલ સ્ટાફને માસ્ક આપવા સહિત વિવિધ મદદ કરનાર 12 હોટેલિયર્સ અને તેમની આઠ કંપનીઓના નામ આ મુજબ છે.

  • ઓરેગોન અને વૉશિંગ્ટનમાં પ્રોપર્ટી ધરાવતા એ 1 હોસ્પિટાલિટી ગ્રુપના મેનેજિંગ પાર્ટનર તરણ પટેલ.
  • ટેક્સાસમાં આવેલી બ્લુ ચિપ હોટેલ્સના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર્સ નીલ અને અવી “સની” પટેલ.
  • ઑરેગોનમાં પ્રોપર્ટી ધરાવતા કેંટરબરી હોટલ ગ્રુપના પ્રિન્સીપાલ શિરીન પટેલ.
  • ટેક્સાસની ક્લચ હોટલ ગ્રુપના પ્રેસિડેન્ટ સૂરજ પટેલ અને વાઇસ પ્રેસિડેન્ટ રવિ ગોવિન.
  • નોર્ધર્ન કેલિફોર્નિયાની કોસ્ટ રેડવુડ હોસ્પિટાલિટીના પ્રિન્સીપાલ અને સીઇઓ બિજલ પટેલ.
  • ટેક્સાસના પ્રોસ્પર હોસ્પિટાલિટીના મેનેજિંગ પાર્ટનર મયૂર “માઇક” પટેલ અને ડિરેક્ટર અમિષ પટેલ.
  • કેલિફોર્નિયામાં ટેનસેવન્ટી હોસ્પિટાલિટીના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર્સ મિતેશ જીવન અને અલ્પેશ જીવન.
  • ટેક્સાસની યુનિટી હોટેલ્સ ગ્રુપના મેનેજિંગ પાર્ટનર સાવન પટેલ.