ક્રિકેટ લીગ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત હાલમાં તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે અને તેના એક ભાગરૂપે આગામી તા. 16 સપ્ટેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારતના નિવૃત્ત ક્રિકેટર્સની ટીમ અને રેસ્ટ ઓફ વર્લ્ડના નિવૃત્ત ક્રિકેટર્સની ટીમ વચ્ચે એક મેચ રમાશે. 

એ મેચની સાથે ભારતમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટનો પણ આરંભ થશે. 

ઈન્ડિયન મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ ટીમ વચ્ચેના મુકાબલામાં ક્રિકેટ જગતના એક સમયના સુપરસ્ટાર્સ ફરી પોતાનો ક્રિકેટનો કસબ દર્શાવશે. ભારતીય ટીમનું સુકાનીપદ વર્ષનો સૌરવ ગાંગુલી સંભાળશે, તો સામે રેસ્ટ ઓફ વર્લ્ડ ટીમનું સુકાન ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ કેપ્ટન અને ૩૫ વર્ષના ઓઈન મોર્ગનના હાથમાં રહેશે. બન્ને ટીમ આ મુજબ છે.

ઈન્ડિયન મહારાજા:

ગાંગુલી (કેપ્ટન)વિરેન્દ્ર સેહવાગમોહમ્મદ કૈફયુસુફ પઠાણએસ.બદ્રિનાથઈરફાન પઠાણપાર્થિવ પટેલ (વિ.કી.)સ્ટુઅર્ટ બિન્નીએસ. શ્રીસંતહરભજનનમન ઓઝા (વિ.કી.)ડિન્ડાપ્રજ્ઞાન ઓઝાઅજય જાડેજાઆર. પી. સિંઘજોગીન્દર શર્મા અને રિતિન્દર સિંઘ સોઢી. 

વર્લ્ડ જાયન્ટ્સ:

મોર્ગન (કેપ્ટન)ફિલ સિમોન્સહર્ષેલ ગિબ્સજેક કાલીસસનથ જયસૂર્યામેટ પ્રાયર (વિ.કી.)નાથન મેક્કુલમજોન્ટી રોડ્ઝમુથૈયા મુરલીધરનડેલ સ્ટેઈનમસાકાદ્ઝામુશરફ મોર્તઝાઅફઘાનજોન્સનબ્રેટ લીકેવિન ઓબ્રાયન અને રામદીન (વિ.કી.).