(istockphoto)

મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે અમદાવાદ એરપોર્ટ પર નવા 22 ચેક-ઈન કાઉન્ટર અને ચાર એરોબ્રિજ બનાવવાની યોજના ઘડવામાં આવી છે. આ યોજના મુજબ એરપોર્ટ ટર્મિનલ-2 પર માર્ચ 2025 સુધીમાં ચાર નવા એરોબ્રિજ શરૂ થાય તેવી ધારણા છે. એરપોર્ટ પર 22 નવા ચેકઈન કાઉન્ટર બનાવવાની જાહેરાત કરાઈ હતી. ટર્મિનલ 2 પર ડોમેસ્ટિકથી ઈન્ટરનેશનલ ટ્રાન્સફર ડેસ્ક પણ તૈયાર કરાયું છે.

એરપોર્ટ પર વિવિધ ખાસ ઝાંખીઓ પણ ઊભી કરાશે. જેમાં ગુજરાતની હસ્તકલા, સ્થાપત્ય, વારસા સહિતનો અનુભવ કરાઈ શકાશે. અહીં દાંડીયાત્રા અને દેશના સ્વતંત્રતામાં ગુજરાતનું શું યોગદાન છે એની ઝાંખીઓ પણ એડ કરાઈ છે.

હાલમાં એરપોર્ટ પર ચેક-ઇન કાઉન્ટરની સંખ્યા 34 છે. તેમાં 22નો ઉમેરો થતા કુલ 56 ચેકિંગ કાઉન્ટર થઈ જશે.અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અત્યારે મુસાફરોનો ધસારો સતત વધી રહ્યો છે. તેવામાં આગામી સમયે ઓલિમ્પિકને હોસ્ટ કરી શકાય એવી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને એરપોર્ટને અપગ્રેડ કરાશે.

LEAVE A REPLY

2 × 4 =