ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ખાતે લાભ પાંચમના દિવસે ગણપતિદાદાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ફટાકડાની જ્વાળાથી ગેસના ફુગ્ગા ફુટતા ઓછામાં 30 વ્યક્તિ દાઝી ગયા હતા. એક સાથે સંખ્યાબંધ ગેસ ભરેલા ફુગ્ગા ફાટવાને કારણે મોટો વિસ્ફોટ થયા હતા.

ફટાકડાં ફોડવાને કારણે ફુગ્ગાઓ ફૂટ્યા હતાં અને તેની અંદર રહેલા ગેસના કારણે આગનો ભડકો થયો હતો. આ દુર્ઘટનાના કારણે ભાગદોડ મચી ગઈ હતી. દાઝી ગયેલા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાથમાં ગેસના ફૂગ્ગાઓ લઈને બાળકીઓ ઊભી હતી ત્યારે તેમનાથી થોડે દૂર ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. બાળકીઓએ આ ફુગ્ગા હવામાં ઉડાડવાના હતા.

પોરે 12.45 વાગ્યાની આસપાસ, પ્રાણ પ્રતિષ્ઠા (મૂર્તિની સ્થાપના) કાર્યક્રમ દરમિયાન, લોકો હિલીયમ ગેસના ફુગ્ગા છોડતા હતા. જ્યારે કોઈએ નાનો ફટાકડો સળગાવ્યો,  જેનો તણખો હિલીયમના ફુગ્ગાઓના ગુચ્છા પર પડ્યો અને વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતા ફુગ્ગા બાળકોના હાથ પર ચોંટી ગયા હતા, જેના કારણે બળી જવાની ઇજાઓ થઈ હતી.”

LEAVE A REPLY

eighteen − fifteen =