વડોદરા જિલ્લાના કોટંબી ગામ નજીક પીકઅપ વાન કેનાલમાં ખાબકતા ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. પીક-અપ વાનનું ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની હતી.
અકસ્માતનો અહેવાલ મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ ચાલુ કરી અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. પીકઅપ વાનમાં 12 લોકો સવાર હતા. જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાધ ધરી હતી.
જરોદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, પીક-અપ વાન મધ્યપ્રદેશથી મજૂરોને વડોદરા લઈ જઈ રહી હતી.વાહનનું પાછળનું ટાયર ફાટવાથી રાજ્ય ધોરીમાર્ગ પર કોટંબી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. 3 થી 7 વર્ષની વયના ત્રણ બાળકો અને 45 વર્ષના એક વ્યક્તિ સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સાત ઘાયલ મુસાફરોને વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

            












