પ્રતિકાત્મક તસવીર (આઇસ્ટોક)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે ઘરમાં ભીષણ આગ લાગવાથી એક બાળક સહિત એક પરિવારના ચાર સભ્યોના શ્વાસ રૂંધાવાથી મોત થયાં હતાં. પરિવારના સભ્યો સૂઈ રહ્યાં હતા ત્યારે સવારે 3.30 વાગ્યે દ્વારકા શહેરના આદિત્ય રોડ પર સ્થિત ઘરના પહેલા માળે આગ ફાટી નીકળી હતી. અધિકારીઓને આશંકા વ્યક્ત કરી હતી કે  એર કંડિશનરની ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે. ફોરેન્સિક નિષ્ણાતોએ ચોક્કસ કારણની તપાસ ચાલુ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આગને પગલે ઘરનો વીજ પુરવઠો બંધ થઈ જતાં પરિવારના સભ્યો બહાર નીકળવાનો દરવાજો શોધી શક્યા ન હતા. દુર્ઘટનાની જાણ થતાં ફાયર કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એક દંપતી, તેમની 8 મહિનાની પુત્રી અને વૃદ્ધ માતાને ઘરના પહેલા માળે બેભાન અવસ્થામાં મળી આવ્યાં હતા. તેઓને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. મૃતકોની ઓળખ પવન ઉપાધ્યાય (39), તેમની પત્ની તિથિ (29), તેમની પુત્રી ધ્યાના અને પવનની માતા ભવાનીબેન (69) તરીકે થઈ હતી.

 

LEAVE A REPLY

4 × two =