(ANI Photo/Amit Sharma)

નવી દિલ્હીમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં  રામ-રાવણની કહાની સંભળાવીને વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મને લાગે છે કે ભાજપ ભ્રમમાં ફસાયેલો છે. હું તેમને હજાર વર્ષ જૂની વાર્તા અને તેનો સંદેશ યાદ કરાવવા માંગુ છું. ભગવાન રામ સત્ય માટે લડતા હતાં ત્યારે તેમની પાસે સત્તા કે સંસાધનો નહોતા, તેમની પાસે રથ પણ ન હતો. રાવણ પાસે રથ, સંપત્તિ, સેના અને સોનું હતું. ભગવાન રામમાં સત્ય, વિશ્વાસ, નમ્રતા, ધૈર્ય અને હિંમત હતી. હું સત્તામાં રહેલા લોકોને અને પીએમ નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે ભગવાન રામના જીવનનો સંદેશ છે કે સત્તા કાયમી નથી, સત્તા આવે છે અને જાય છે અને એક દિવસ ઘમંડ તૂટી જાય છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું હું બાળપણથી જ રામલીલા મેદાનમાં આવતી રહી છું. દર વર્ષે રાવણનું પૂતળું દહન કરવામાં આવે છે. હું નાની હતી, ત્યારે હું મારી દાદી ઈન્દિરા ગાંધીજી સાથે (અહીં) આવતો હતી. તેઓ મને રામની ‘જીવન ગાથા’ સંભળાવતા હતાં. આજે સત્તામાં રહેલા લોકો પોતાને રામભક્ત કહે છે. હું અહીં બેઠું છું ત્યારે મને લાગે છે  કે મારે તેમને આ સંદર્ભમાં કંઈક કહેવું જોઈએ.

LEAVE A REPLY

nine − 8 =