ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શનિવારે વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં છુરાબાજી અને ગોળીબારની ઘટના બની હતી, જેમાં છ લોકોના મોત થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી. જોકે, ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલ ​​કોમ્પ્લેક્સ સાથે સંકળાયેલી ઘટના અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી. જેમાં એક વ્યક્તિ પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. શનિવારે સાંજે 4 વાગ્યાના અરસાની ઘટનામાં અનેક લોકો પર છુરાબાજી કરવામાં આવી હોવાની ઘટનાને કારણે ઇમરજન્સી સર્વિસીઝને બોલાવવામાં આવી હતી અને લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી હતી.

ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ મોલની અંદર છરી લઈને ભાગી રહ્યો હતો, જેણે ઘણા લોકો પર હુમલો કર્યો હતો. મોલની અંદરથી ફાયરિંગનો અવાજ આવી રહ્યો હતો. જોકે પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. આ ઘટના અંગે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિસે કહ્યું હતું કે, આ એક દુ:ખદ ઘટના છે, જેમાં અનેક જાનહાનિ થઈ છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.

LEAVE A REPLY

one × 5 =