અમેરિકામાં 2022માં પોતાના પરિવાર દ્વારા સ્પોન્સર કાયમી નિવાસ (પીઆર)ની પ્રક્રિયાના વિવિધ તબક્કામાં અંદાજે 8.3 મિલિયન ઇમિગ્રન્ટ્સ રાહ જોઈ રહ્યા હોવાનો નવો રેકોર્ડ થયો છે, જે 2019 કરતા અંદાજે એક મિલિયનનો વધારો દર્શાવે છે. પડતર કેસોની આશ્ચર્યજનક સંખ્યા મુખ્યત્વે ગ્રીન કાર્ડસ જૂની મર્યાદાના કારણે ઊભી થઇ છે, તો સાથે સાથે પ્રક્રિયામાં વિલંબના કારણે પણ નોંધપાત્ર સંખ્યામાં અરજદારોને અસર થઇ છે.

અમેરિકન ઇમિગ્રેશન સીસ્ટમની વર્તમાન મર્યાદાનો અમલ 1992માં શરૂ થયો હતો. પરિવાર આધારિત પડતર અરજીઓ 1992થી 2022માં બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે: 1, એકદમ નજીકના સગા અને 2. પરિવારની પસંદગીના માઇગ્રન્ટ્સ. એકદમ નજીકના સગામાં પત્નીઓ, સગીર બાળકો અને અમેરિકન પુખ્ત નાગરિકોના માતા-પિતાની કોઈ સીધી મર્યાદા હોતી નથી. (જોકે, તેમના આવવાથી પારિવારિક પસંદગીના ઇમિગ્રન્ટ્સ માટેની મર્યાદા 480,000થી 226,000 સુધી ઘટે છે). એકદમ નજીકના સંબંધીની પડતર સંખ્યા 1992માં અંદાજે 73,000થી વધીને 2022માં એક મિલિયનથી વધુ થઈ ગઇ છે.

પરિવારની પસંદગીના ઇમિગ્રન્ટ્સમાં કાયદેસર કાયમી નિવાસીઓના જીવનસાથીઓ અને બાળકો, અમેરિકન નાગરિકોના પુખ્ત બાળકો અને ભાઈ-બહેનો તેમ જ તે સંબંધીઓના કોઈપણ જીવનસાથી અને સગીર બાળકોનો સમાવેશ થાય છે. જે ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ માટે અરજી કરવા માટે ઉપલબ્ધ મર્યાદાની સંખ્યાની જરૂર હોય છે, તેઓ 2022માં પરિવાર આધારિત પડતર અરજીના અંદાજે 86 ટકા રહ્યા હતા. 1992થી 2022 સુધીમાં, પડતર અરજીઓમાં અટવાયેલા પરિવાર દ્વારા સ્પોન્સર ઇમિગ્રન્ટ્સની સંખ્યા અંદાજે 3.3 મિલિયનથી 7.1 મિલિયન સુધી વધી છે. આ મર્યાદા વાર્ષિક 226,000 નક્કી કરવામાં આવી છે.

આ અંદાજ પરિવાર સ્પોન્સર ગ્રીન કાર્ડની પડતર સંખ્યા અંગે માહિતી માટેના સૌથી સાધારણ સંદર્ભના સ્ત્રોત-સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક ઇમિગ્રન્ટ વિઝા વેઇટિંગ લિસ્ટના રીપોર્ટ થી નોંધપાત્ર રીતે જુદો છે. એકંદરે આ મર્યાદા 226,000 નક્કી થઇ છે, પરંતુ તે ઇમિગ્રન્ટની વૈવાહિક સ્થિતિ અને અમેરિકન સ્પોન્સર સાથેના /સંબંધના આધારે 5 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી છે. તેમાં F‑1—અમેરિકન નાગરિકોના પરિણીત પુખ્ત બાળકો: 23,400, F‑2A—કાયદેસર કાયમી નિવાસીઓના જીવનસાથીઓ અને સગીર બાળકો: 87,900 F‑2B—કાયદેસરના કાયમી નિવાસઓના અપરિણીત પુખ્ત બાળકો: 26,300, F‑3—અમેરિકન નાગરિકોના અપરિણીત પુખ્ત બાળકો: 23,400 F‑4—અમેરિકન નાગરિકોના ભાઈ-બહેનો: 65,000 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત દરેક દેશના ઇમિગ્રન્ટ્સની એક જુદી મર્યાદા છે. કોઈપણ એક જન્મસ્થળના 7 ટકાથી વધુ લોકો ગ્રીન કાર્ડ મેળવી શકતા નથી, જોકે F-2A કેટેગરીના 75 ટકાનો આ મર્યાદામાં સમાવેશ થતો નથી.

LEAVE A REPLY

two × two =