ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ શનિવારે 82.56 ટકા જાહેર થયું હતું. ધોરણ 12ની સાયન્સ અને સામાન્ય પ્રવાહનું તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
ધોરણ 10માં આ વર્ષે કુલ 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100%, તલગાજરડા( જિલ્લો ભાવનગર) 100% રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22% આવ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57% રહ્યો છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને પાર કરી ગઇ છે જે 2023માં 272 જ હતી. શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વર્ષે ઘટીને 70ની આસપાસ છે.

LEAVE A REPLY