નવી દિલ્‍હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે તાજેતરમાં યોજાયેલા એક સમારંભમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર નાગરિકોને પદ્મ પુરસ્‍કારોથી નવાજવામાં આવ્યા હતા. પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુએ પીઢ કલાકારો વૈજયંતિમાલા અને ચિરંજીવીને ભારતના બીજા ક્રમના સૌથી સર્વોચ્ચ પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.
અત્યારે 87 વર્ષીય વૈજયંતિમાલા 195-60ના દસકાના એક મહાન અભિનેત્રી છે. તેમણે 13 વર્ષની ઉંમરે તમિલ ફિલ્‍મોમાં કારકિર્દી શરૂ કરી હતી. બોલીવૂડમાં તેમણે આશા, નયા દૌર, સાધના, મધુમતી જેવી શ્રેષ્ઠ ફિલ્‍મોમાં અભિનય કર્યો છે. જ્યારે 68 વર્ષીય પીઢ કલાકાર ચિરંજીવીએ 150થી વધુ ફિલ્‍મોમાં કામ કર્યું છે. તેમણે 2008માં આંધ્ર પ્રદેશમાં એક રાજકીય પક્ષ- પ્રજારાજયમ પાર્ટીની સ્થાપના કરી હતી. ચિરંજીવીને 2006માં પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

LEAVE A REPLY