સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થઇ જતાં ત્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ રદ થયા બાદ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.  પક્ષના કાર્યકરોએ તેમને ગદ્દાર ગણાવ્યા હતા. હવે  કુંભાણી ગત શુક્રવારે રાત્રે અચાનક 22 દિવસ પછી મીડિયા સામે હાજર થયા હતા અને એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મને 2017માં ટિકીટ આપીને પરત ખેંચી લીધી હતી. જેથી મેં તેનો બદલો લીધો છે.
કુંભાણીએ કહ્યું હતું કે, 2017માં હું છ મહિનાથી મહેનત કરતો હતો અને છેલ્લે મારી ટિકીટ કાપી નાંખી હતી. કોંગ્રેસ મને પુછ્યું પણ નથી. મેં પ્રમુખને પુછ્યું કે , ટિકિટ કોને આપી છે. તેમણે કહ્યું મેન્ડેટ મળી ગયું હોય તો ફોર્મ ભરાવો. હું 20 હજાર લોકોને લઇને ફોર્મ ભરવા ગયો હતો. ત્યારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે મને કહ્યું કે, તમે પાછા વળો. શું તે મારી સાથે ગદ્દારી નહોતી. અત્યારે ગદ્દારીની વાતો કરે છે. મારે ભાજપ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવો ખુલાસો પણ કુંભાણી દ્વારા કરાયો હતો.

આજે જે લોકો વિરોધ કરે છે તે લોકો ત્યારે કામ કરતા નહોતા. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી ગદ્દારી કરે છે. કોંગ્રેસે પહેલા ગદ્દારી મારી સાથે કરી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે. વોર્ડ પ્રમુખ કામ કરે નહીં ને બીજા પાસે કામ કરાવે. અહીના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંયા બની બેઠલા 5 નેતાઓને કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી.

LEAVE A REPLY