(ANI Photo)

રાજસ્થાન પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે  ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કરા સાથે પડેલા તોફાની વરસાદને કારણે નવ લોકોના મોત થયા હતા. રાજ્યના 91 તાલુકામા 1મીમી અથવા તેનાથી વધુ વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં સોમવાર અને મંગળવારે વરસાદની આગાહી કરાઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઉનાળામાં રાજ્યમાં અત્યાર સુધીમાં 1.4 ઈંચ વરસાદ નોંધાયો છે. જે સામાન્ય કરતાં લગભગ 10 ગણો વધારે છે.

સ્ટેટ રિલિફ કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રવિવારે વાવાઝોડાં અને વીજળીના કડાકાભડાકા સાથેના વરસાદને  કારણે 9 લોકોના મોત થયા હતા. પાટણ અને ખેડા જિલ્લામાં બે-બે તથા અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, છોટા ઉદેપુર અને બોટાદ જિલ્લામાં એક-એકના મોત નીપજ્યા હતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ વીજળી પડવાથી અથવા વરસાદ સંબંધિત ઘટનાઓથી થયાં હતા.

રવિવાર (23મે)એ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં તોફાની  વરસાદ પડ્યો  હતો. બેચરાજીમાં 2.5 ઈંચ, દાંતામાં 2.1 ઈંચ, અમદાવાદમાં 2 ઈંચ, વડગામમાં 1.9 ઈંચ અને ચાણસ્મામાં 1.7 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાં મોટા કદના કરા પડ્યાં હતાં. અમદાવાદ શહેર માટે અત્યાર સુધીના મે મહિનામાં એક દિવસનો આ બીજો સૌથી વધુ વરસાદ હતો.

ભારતના હવામાન વિભાગના ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડી રહ્યો છે. આ સિઝન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે સામાન્ય છે.

અમદાવાદ, ઉત્તર ગુજરાત, ભાવનગર, આણંદ સહિતના વિસ્તારોમાં રવિવાર, 28મેની સાંજે 4 ઇંચ સુધી તોફાની વરસાદ પડ્યો હતો. વીજળીનાં કડાકાભડાકા અને ભારે પવન સાથેના વરસાદથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચેની ફાઇનલ મેચ પણ મોકૂફ રાખવી પડી હતી. શહેરમાં સુસવાટા મારતા પવનના કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયાં હતાં. વરસાદ પડ્યા બાદ શહેરીજનોને આગ ઓકતી ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

 

LEAVE A REPLY

one × 1 =