વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બુધવાર, મે 1, 2024ના રોજ સાબરકાંઠા જિલ્લાના ડીસામાં ચૂંટણીસભા સંબોધિત કરી હતી. (PTI Photo)

ગુજરાતમાં સાત મેએ યોજાનારી લોકસભાની 25 બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, પહેલી મેએ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. ગુરુવારે મોદી આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગર જિલ્લામાંમાં ચાર ચૂંટણી સભા યોજવાના છે.

સાબરકાંઠા અને મહેસાણા બેઠક માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં હિંમતનગર ખાતેની ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસના બંધારણ પ્રત્યેના સન્માન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેના શાસનમાં મુસ્લિમ મહિલાઓએ સહન કરવું પડ્યું છે, કારણ કે રાજીવ ગાંધી સરકાર સરકારે 1985માં શાહ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી નાંખ્યો હતો. વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે ક્યારેય ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂકવાની હિંમત કરી નથી.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ હવે દાવો કરી રહ્યા છે કે બંધારણ ખતરામાં છે અને અનામત નાબૂદ કરવામાં આવશે. વાસ્તવમાં, કોંગ્રેસ તેના 70 વર્ષના શાસન દરમિયાન આખા દેશમાં બંધારણનો અમલ કરી શકી નથી. આપણું બંધારણ કાશ્મીરમાં લાગુ કરવામાં આવ્યું ન હતું…મોદીએ બંધારણને કાશ્મીરમાં લાગુ કર્યું હતું. તેમની સરકારે કાશ્મીરમાં 370 કલમ હટાવીને ત્યાં બંધારણ લાગુ કરીને દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને અનામતનો અધિકાર આપ્યો હતો.

મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારના 2019ના ટ્રિપલ તલાકની પ્રથાને નાબૂદ કરવાના નિર્ણયથી માત્ર મુસ્લિમ મહિલાઓને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ સુરક્ષા મળી છે, કારણ કે જો તેઓ પતિ તલાક આપે તો તેમની પુત્રીનું શું થશે તે અંગે તેઓ તણાવમાં રહેતા હતાં.

LEAVE A REPLY

2 + nine =