(Photo by Jon Cherry/Getty Images)

અમેરિકામાં તાજેતરમાં યોજાઈ ગયેલી રાજ્યોની સેનેટની તથા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા 10 ઇન્ડિયન અમેરિકન્સ ચૂંટાયા હતા, તેમાંથી મોટાભાગના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો હતા.

હૈદરાબાદમાં જન્મેલાં ગઝાલા હાશ્મી વર્જીનિયાની સેનેટમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા પ્રથમ ઇન્ડિયન-અમેરિકન અને મુસ્લિમ મહિલા છે. આ સિવાય સુહાસ સુબ્રમણ્યમ વર્જીનિયાની સેનેટમાં ફરી ચૂંટાયા છે. વર્જીનિયાથી હાઉસમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ હિન્દુ છે. અગ્રણી બિઝનેસમેન કન્નન શ્રીનિવાસન ઇન્ડિયન-અમેરિકનોનું વર્ચસ્વ ધરાવતા લૌડૌન કાઉન્ટી વિસ્તારમાંથી વર્જિનિયા હાઉસ ઓફ ડેલિગેટ્સમાં ચૂંટાયા છે.

આ ઉપરાંત ન્યૂજર્સીમાં પણ ત્રણ ઈન્ડિયન અમેરિકન્સ વિજેતા થયા હતા. વિન ગોપાલ અને રાજ મુખર્જી ડેમોક્રેટિક પાર્ટીના સભ્યો છે. તેઓ ન્યૂ જર્સી સ્ટેટ સેનેટમાં ચૂંટાયા હતા. બલવીર સિંહ બર્લિંગ્ટન કાઉન્ટી બોર્ડ ઓફ કાઉન્ટી કમિશનર્સમાં ફરીથી ચૂંટાયા હતા. અમેરિકામાં આવતા વર્ષે પ્રેસિડેન્ટની ચૂંટણી યોજાશે ત્યારે પણ દેશમાં ભારતીયોનું પ્રભુત્વ વર્તાય તેવી સંભાવના છે.

LEAVE A REPLY