(ANI Photo)

પ્રયાગરાજ સોમવારે મકરસંક્રાંતિના અવસર પર 12 લાખથી વધુ ભક્તોએ  ત્રણ પવિત્ર નદીઓના સંગમ પર ડૂબકી લગાવી હતી.મકરસંક્રાંતિની ઉજવણી સાથે  દોઢ મહિના લાંબા ‘માઘ મેળા’ની શરૂઆત પણ થઈ હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકોને મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે ઉજવણી માટે રાજ્યભરમાં વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.માઘ મેળાના અધિકારી દયાનંદ પ્રસાદે જણાવ્યું હતું કે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 12.50 લાખ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં ડૂબકી લગાવી હતી. પૂજારી રાજેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ગત મોડી રાતથી જ ભક્તો સંગમમાં આવવા લાગ્યા હતા.

સંગમ એ ત્રણ નદીઓ – ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીનો સંગમ છે.યાત્રાળુઓ માટે આઠ ઘાટ અને છ પોન્ટુન પુલ બનાવવામાં આવ્યા છે.મેળા માટે બે મેક-શિફ્ટ હોસ્પિટલ, 14 પોલીસ સ્ટેશન, 41 પોલીસ ચોકી અને 14 ફાયર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે.

LEAVE A REPLY

7 − three =