કેટરિના કૈફૈ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. સલમાન ખાન સાથે ટાઈગર 3 પછી તાજેતરમાં તેની મેરી ક્રિસમસ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન કેટરિનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારોને મળતી ફીની અસામાનતા બાબતે નિખાલસ કબૂલાત કરી હતી. કેટરિનાએ સ્વીકાર્યું હતું કે, હીરોના નામથી ફિલ્મો ચાલે છે, પરંતુ હીરોઈનના નામે સફળતા મળવાની સંભાવના ઓછી હોય છે, જેના કારણે અભિનેત્રીઓને ઓછી ફી મળે છે.
હિન્દી ફિલ્મોમાં ફી બાબતે અસમાનતાને કેટરિનાએ જટિલ વિષય ગણાવ્યો હતો. વર્ષો પહેલાં ફી બાબતે જે અસમાનતા હતી, તે અત્યારે પણ જોવા મળે છે. જોકે, આ માટેના કારણો સમજવા પણ જરૂરી છે. કેટરિનાએ આ બાબતે ઈન્ડસ્ટ્રીના અનેક લોકો સાથે વાત કરી હતી.
જેમાં કેટલાક અગ્રણીઓનું માનવું હતું કે, હીરોની ટોપ-10 ઓપનિંગ ધરાવતી ફિલ્મો અને માત્ર હીરોઈન હોય તેવી ટોપ-10 ફિલ્મો તરફ નજર કરવી જોઈએ. બોક્સઓફિસ પર હીરોની ફિલ્મ જેટલી સફળ રહે છે, તેટલી સફળતા માત્ર મહિલા કલાકારની ફિલ્મને મળતી નથી.