કેનેડિયન પ્રાંત અલ્બર્ટામાં કાર અકસ્માતમાં દોષિત ઠરેલા મૂળ પંજાબના 26 વર્ષના એક યુવકને ભારતમાં હાંકી કાઢવામાં આવ્યો છે. આ કાર અકસ્માતમાં એક મહિલા અને તેની વૃદ્ધ માતાનું મોત થયું હતું.

સ્ટુડન્ટ વિઝા પર 2016માં કેનેડા પહોંચેલા બિપિનજોત ગિલે 18 મે, 2019ના રોજ કેલગરીમાં રેડ લાઇટ તોડીને અકસ્માત કર્યો હતો. તેમાં 31 વર્ષીય ઉઝમા અફઝલ અને તેની માતા બિલ્કીસ બેગમ (65)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ચાલુ વર્ષે ફેડરલ કોર્ટના જજે દેશનિકાલના આદેશ પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ શિરઝાદ અહેમદે ચુકાદામાં જણાવ્યું હતું કે અરજદારે ગંભીર ગુનો કર્યો હતો અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. બે વ્યક્તિએ જીવ ગુમાવ્યાં છે. પીડિતોના પરિવારો પરિવારના સભ્યોને ફરી ક્યારેય જોઈ શકશે નહીં. કોર્ટે ગીલના એવા દાવાને પણ ફગાવી દીધો હતો કે તે ભારત જશે તો તે માનસિક આરોગ્યની સમસ્યાઓની સારવાર કરાવી શકશે નહીં.

ગિલને એપ્રિલ 2023માં બે વ્યક્તિના મોતના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને નવેમ્બરમાં તેને નજરકેદમાં રાખવાનો આદેશ અપાયો હતો. આ અકસ્માતના ત્રણ મહિના પછી ગિલને ઓગસ્ટ 2019માં ખતરનાક ડ્રાઇવિંગ અને શાંતિ અધિકારી પાસેથી ભાગી જવા માટે પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. “ગંભીર ગુનાખોરી માટે કેનેડામાં અસ્વીકાર્ય” જણાયા પછી 6 સપ્ટેમ્બર, 2022ના રોજ દેશનિકાલનો આદેશ જારી કરાયો હતો.

LEAVE A REPLY

16 − 1 =