(istockphoto.com)

ઇન્ડિયન અમેરિકન સોનાલી કાર્ડેની USAIDના બ્યૂરો ફોર હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સના એડમિનિસ્ટ્રેટર સામન્થા પાવરના આસિસ્ટન્ટ તરીકે નિયુક્તિ કરાઈ હતી. અગાઉ સોનાલી કોર્ડે એડમિનિસ્ટ્રેટરના ડેપ્યુટી આસિસ્ટન્ટ હતાં. USAIDનું આ બ્યૂરો આંતરરાષ્ટ્રીય આપત્તિમાં અમેરિકાની સરકારની સહાયનું સંકલન કરે છે.

સોમવારે શપથ ગ્રહણ સમારંભ પહેલા સામન્થા પાવરે જણાવ્યું હતું કે સોનાલી ખરેખર આપણા બધા માટે એક ગિફ્ટ છે. ભારતમાંથી માઇગ્રેટ થયેલા કોર્ડેના માતાપિતાએ તેમનો અકલ્પનીય ઉછેર કર્યો છે. તેમનામાં ક્રેનફોર્ડ (ન્યુ જર્સી)ના ઘરની બહારની દુનિયા માટે ઊંડી લાગણીઓનું સિંચન કર્યું છે. તેમણે અવારનવાર ભારતની મુલાકાત લીધી છે અને સોનાલીએ બે દેશોની વાર્તા જોઈ છે.

એડમિનિસ્ટ્રેટરના ડેપ્યુટી આસિસ્ટન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન કોર્ડે ગાઝામાં માનવતાવાદી કટોકટીનો સામનો કરવા માટે અમેરિકાના સ્પેશ્યલ દૂતના ડેપ્યુટી હતાં.

કોર્ડે અગાઉ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સ્ટાફમાં ગ્લોબલ હેલ્થ એન્ડ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે  સેવા આપી હતી. 2005થી 2013 સુધી કોર્ડે યુએસએઆઈડીના બ્યુરો ફોર ગ્લોબલ હેલ્થમાં પ્રેસિડન્ટના મેલેરિયા પહેલ માટે વરિષ્ઠ ટેકનિકલ એડવાઇઝર તરીકે સેવા આપી હતી. સોનાલી કોરડેએ યેલ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એમએ કર્યું છે.

 

LEAVE A REPLY