ઓડિશાની જગન્નાથ પુરી લોકસભા બેઠકથી કોંગ્રેસનાં ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણીપ્રચાર માટે પક્ષ પાસેથી જરૂરી ભંડોળ નહીં મળવાનો હવાલો આપીને ટિકિટ પરત કરી છે. તેમણે ચૂંટણી લડવા માટે જાહેર ભંડોળની મદદ માગી હતી અને ચૂંટણી કેમ્પેનમાં કરકસરથી ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં તેઓ આર્થિક રૂપે સંઘર્ષ કરતા રહ્યા અને એક અસરકારક ચૂંટણીપ્રચાર ઝુંબેશને આગળ વધારી શક્યા નહીં.
તેમણે જણાવ્યું હતું કે, મને પાર્ટીએ ભંડોળ આપવાનો ઇનકાર કર્યો હતો. વિધાનસભા ક્ષેત્રોમાં નબળા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી અને ભાજપ અને BJD નાણાંના પહાડ પર બેઠા છે. આ મારા માટે મુશ્કેલ હતું. દરેક જગ્યાએ નાણાંનું વરવું પ્રદર્શન થઈ રહ્યું છે. હું એ રીતે ચૂંટણીમાં સ્પર્ધા કરવા નથી ઇચ્છતી. હું લોકો દ્વારા પ્રચાર ઇચ્છું છું, પણ નાણાંની અછતને કારણે એ શક્ય નથી. કોંગ્રેસ પણ એ માટે જવાબદાર નથી. ભાજપ સરકારે પાર્ટીને વિકલાંગ બનાવી દીધી છે. ખર્ચ પર ઘણા પ્રકારનો પ્રતિબંધ છે. મને પુરીમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હતો, તેઓ પરિવર્તન ઇચ્છતા હતા.
કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે. સી. વેણુગોપાલને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટી દ્વારા ભંડોળના અભાવે પુરી સંસદીય ક્ષેત્રમાં અમારી પ્રચાર ઝુંબેશ ખરાબ રીતે અસર થઇ પામી છે. હું પગારદાર પ્રોફેશનલ પત્રકાર હતી, 10 વર્ષ પહેલાં ચૂંટણીના રાજકારણમાં આવી છું. મેં પુરીમાં ચૂંટણી કેમ્પેન માટે ઘણુંબધું કામ કર્યું. મેં પબ્લિક ડોનેશન ચલાવવાના પ્રયાસ પણ કર્યા, પરંતુ અત્યાર સુધી એમાં ખાસ કોઈ સફળતા નથી મળી. મેં ઓછો ખર્ચ કરવાનો પ્રયાસ કર્યો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments